મિનિ વાવાઝોડાથી રાજકોટના સ્ટેડિયમને 2 કરોડનું નુકશાન, ખેદાન-મેદાન
ગુજરાતમાં રવિવારે સવારથી શરૂ થયેલા કમોસમી વરસાદને કારણે ઠેર ઠેર નુકશાનના સમાચારો સામે આવી રહ્યા છે. ખેડુતાના પાકને પણ મોટું નુકશાન થયું છે. એવામાં રાજકોટમાં આવેલા સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશનના ખંડેરી સ્ટેડીયમ જેને હવે નિરંજન શાહ સ્ટેડીયમ નામ આપવામાં આવ્યું છે ત્યાં મિની વાવાઝોડાએ હાહાકાર મચાવી દીધો છે. સ્ટેડીમમમાં ભારે નુકશાન થયું છે અને બધું ખેદાન મેદાન થઇ ગયું છે. એક અંદાજ મુજબ વાવાઝોડાને કારણે સ્ટેડીયમને 2 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. સ્ટેડીયમને નુકશાન થયું હોવાની જાણ થતા એસોસિયેશનના હોદ્દેદારો સ્ટેડીયમ પહોંચી ગયા હતા અને નુકશાનનો તાગ મેળવ્યો હતો. આવતા વર્ષે ટેસ્ટ મેચ રમાવવાની છે.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે 24થી 27 નવેમ્બર સુધીમાં ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. 26 નવેમ્બરે રવિવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
એ દરમિયાન રાજકોટ જામનગર રોડ પર આવેલા સૌરાષ્ટ્ર કિક્રેટ એસોસિયેશનના સ્ટેડીયમ ખંડેરી કે જેને હવે નિરંજન શાહ સ્ટેડીયમ નામ આપવામાં આવ્યું છે ત્યાં મીડિયા બોક્સના કાચ અને એલિવેશન તુટી પડ્યા છે. ઠેર ઠેર કાચો વેરાયેલા જોવા મળ્યા છે. ઉપરાંત મેદાનમાં પીચ સેન્ટરમાં રાખવામાં આવતા બ્લેક બોર્ડ અને પ્રેક્ષકોની બેસવાની જગ્યા ઉપરના રૂફટોપ તુટી પડ્યા છે. સ્ટેડીયમને લગભગ 2 કરોડ રૂપિયાનું નુકશાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશનના સ્ટેડીયમમાં બનાવવામાં આવેલું મીડિયા બોક્સ એ લંડનની લોર્ડસ ક્રિક્રેટ સ્ટેડીયમમાં બનાવવામાં આવેલી મીડિયા બોક્સની કોપી છે.સદનસીબે આ સ્ટેડિયમ પર કોઇ પણ મેચ રમાતી નહોતી.
સ્ટેડીયમને નુકશાન થયા પછી તેનું કામ ત્વરિત કરાવવું જરૂરી છે, કારણે કે આ સ્ટેડીયમમાં 2024માં ટેસ્ટ મેચનું આયોજન છે અને ટેસ્ટ મેચ પહેલા મેદાનને ફરી પહેલાં જેવું બનાવવું પડશે.
સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશનું સ્ટેડીયમ એ ગુજરાતની શાન છે અને આ સ્ટેડીયમનું લોકાર્પણ વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. લગભગ 72 કરોડના ખર્ચે 29.48 એકર જગ્યામાં સ્ટેડીયમ બનાવવામાં આવ્યું છે.
નિરંજન શાહ સ્ટેડીયમમાં પ્રેક્ષકોને બેસવાની ક્ષમતા લગભગ 25,000 જેટલી છે. સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ એમ 3 સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp