ગુજરાતમાં 20 વોલ્વો બસ શરૂ થઇ, એક બટન દબાવશો તો પોલીસ હાજર, જાણી લો ભાડું

PC: khabarchhe.com

ગુજરાત એસ ટી નિગમે 20 વોલ્વો બસની શરૂઆત કરી છે, જેમાં સુવિધાની સાથે સુરક્ષા પણ જબરદસ્ત આપવામાં આવી છે. અમદાવાદથી સુરત, અમદવાદથી રાજકોટ અને અમદવાદથી વડોદરા આ વોલ્વો બસ જશે.

20 વોલ્વો બસમાંથી 8 અમદવાદના નહેરુ નગરથી સુરત માટે, 8 બસ અમદાવાદથી વડોદરા અને 4 રાજકોટ માટે ફાળવવામાં આવી છે.

દિવાળી સુધીમાં એસ ટી વિભાગે 80 વોલ્વો બસ શરૂ કરશે. અમદાવાદથી સુરતના 648 રૂપિયા, વડોદરાના 294 અને રાજકોટ માટે 519 રૂપિયા ભાડું રહેશે.

સીટ પાસે એક પેનિક બટન આપવામાં આવ્યું છે. ઇમરજન્સીના સમયમાં આ બટન દબાવવાથી પોલસને ખબર પડશે અને ઝડપથી મદદ મળી જશે. ઉપરાંત ઇમરજન્સીના સમયમાં બહાર નિકળવા એક દાદર પણ રાખવામાં આવ્યો છે. જો આગ લાગે કે ધુમાડો નિકળે તો બસમા રાખેલું સ્પ્રીંકલર જાતે એક્ટિવ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp