અમદાવાદમાં એક વાંદરાને કારણે 20000 લોકોના જીવ પડીકે બંધાયા
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વાંદરાના હુમલાને કારણે આજુબાજુમા વસ્તા 20,000 લોકોના જીવ પડીકે બંધાયા છે. છેલ્લાં પંદરેક દિવસથી એક વાનર લોકો પર હુમલો કરી રહ્યો છે જેને કારણે વાલીઓએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું છે, બાળકો કેમ્પસમાં રમતા બંધ થઇ ગયા છે. વૃદ્ધોનું ગાર્ડનમાં બેસવાનું બંધ થઇ ગયું છે.
જાણવા મળેલી માહિતી મુજબ આ વાંદરો એટલો ચાલાક છે કે, પાર્કિંગમાં છુપાઇને બેસી રહી અને આવતા જતા લોકો પર પાછળથી હુમલો કરી બેસે. કેટલાંક લોકોને 25 ટાંકા તો કેટલાંકને 50 ટાંકા આવ્યા છે. એકાદ બે લોકોએ તો પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી છે. સોસાયટીના લોકો જાતે દંડા લઇને રખવાળી કરવા માટે ઉભા રહે છે અને રેસ્ક્યુ ટીમને બોલવાવમાં આવી છે, પરંતુ વાંદરો હજુ પકડાયો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp