સુરત ડાયમંડ બૂર્સના ઉદ્ઘાટનને થોડા દિવસ બાકી, હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઠેકાણા નથી

PC: twitter.com

દુનિયાના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બૂર્સના ઉદઘાટનની ગણતરીઓ ચાલી રહી છે. 17 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી SDBનું ઉદઘાટન કરવા આવવાના છે. હવે 21 દિવસ જ બાકી છે ત્યારે ઉદ્યોગકારોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે, ઇન્ટરનેશનલ કનેકિટવિટી વગર ડાયમંડ બૂર્સનુ આગળ વધવું મુશ્કેલ થશે. 4500 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સુરત ડાયમંડ બૂર્સમાં વિદેશી બાયરો જ નહીં આવશે તો બૂર્સ ધોળો હાથી પુરવાર થશે.

સુરત ડાયમંડ બૂર્સના સંચાલકો જયારે ઉદઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે તારીખ લેવા ગયા હતા ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ સાથે હતા. PMની મુલાકાત પછી બધા એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા હતા અને સિંધિયાએ ખાત્રી આપી હતી કે PM SDBનુ ઉદઘાટન કરવા આવે તે પહેલાં સુરતને ઇન્ટરનેશનલ કનેકિટવિટી મળી  જશે. સુરતના ઉદ્યોગકારો દુબઇ, રશિયા, અમેરિકા, ચીન અને લંડનની કનેકિટવિટી મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

કિરણ જેમ્સના ગ્લોબલ ડિરેકટર દિનેશ લાખાણીએ કહ્યુ કે, હોંગકોંગ, લંડન, દુબઇ અને અમેરિકાની કનેકિટવિટી તરત આપવામાં આવે. સુરત ડાયમંડ બૂર્સના મીડિયા કન્વીનર દિનેશ નાવડીયાએ કહ્યું કે અમને આશા છે કે ટુંક સમયમાં ઇન્ટરનેશનલ ફલાઇટ આવતી થશે. અત્યારે વિદેશી બાયરો મુંબઇ આવી રહ્યા છે અને તેમને સુરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp