3 દિવસ માવઠાની આગાહી, જાણો કયા દિવસે ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ

PC: khabarchhe.com

આવતીકાલે શનિવારથી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેના કારણે વાતાવરણ પર પણ અસર થતા ખેડૂતોના પાકને અસર પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે.

ખેડૂતોની મુશ્કેલીઓ આ આગાહીના કારણે વધી છે. દિવસ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક બગડશે અને મહેનત પર પાણી ફરી વળશે તેના જેવી સ્થિતિ નિર્માણ થશે. અત્યારે પાક લણવાની અણી પર છે ત્યારે કેટલોક પાક ઉભો છે ત્યારે આ વિસ્તારોના કેટલાક જિલ્લામાં આ કમોસમી વરસાદની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા વધી છે.

હવામાન વિભાગ અનુસાર 4, 5 અને 6 માર્ચના રોજ વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે વાતાવરણ બગડી શકે છે. વરસાદ બાદ પણ વાતાવરણમાં બદલાવ થતા પાકને નુકશાનની ભિતી છે.

શનિવારે આ વિસ્તારમાં વરસાદની આગાહી

દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ગીર સોમનાથ કચ્છ

રવિવારે અહીં પડી શકે છે માવઠું

આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભાવનગર, કચ્છ

સોમવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાની શક્યતા

સોમવારે સુરત, વલસાડ,ટ નવસારી, દમણ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.

આ કારણે કમોસમી વરસાદ પડી શકે છે

બંગાળની ખાડી અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રીય થઈ હોવાથી કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અગાઉ શિયાળામાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે ક્યાંક કેટલાક તાલુકા અને જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે દરેક ઋતુમાં આ પ્રકારે વરસાદી માહોલ પણ રહેતા ખેતીના પાકને નુકશાન થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp