ગુજરાતના આ શહેરમાં 37000 આહિરાણીઓ મહારાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે
ગુજરાતની દેવભૂમિ દ્વારકામાં 23 ડિસેમ્બરે 37000 આહિરાણીઓ મહારાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની છે. ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓની સાથે જે વ્રજ રાસ રમ્યા હતા તે જગ વિખ્યાત છે. દ્રારકામાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્રવધુ ઉષાબેન રાસ રમ્યા હતા ત્યારથી ગુજરાતમાં ગરબાની શરૂઆત થઇ હતી એવું કહેવાય છે. એક લોકવાયકા એવી છે કે 550 વર્ષ પહેલા કચ્છના વ્રજવાણીમાં ભગવાન કૃષ્ણ આહિરાણીઓ સાથે ઢોલી બનીને ગરબે ઘુમ્યા હતા. આ સ્મૃતિને યાદ કરીને દ્વારકામાં મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આખું આયોજન મહિલાઓ જ કરવાની છે અને તેના માટે અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન બનાવવામાં આવ્યું છે. 8 બહેનો સાથે શરૂ થયેલા સંગઠનમાં આજે 37000 મહિલાઓ જોડાઇ છે.
દ્રારકામાં નાગેશ્વર રોડ પર આવેલા રૂકમણી મંદિરની બાજુમાં આહિર સમાજના અગ્રણી મુળભાઇ આહિરની જમીન આવેલી છે, તેમાં આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. 800 વિંઘા વિસ્તારમાં આ જમીન છે. 37000 મહિલાઓને ભગવદ ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp