લર્નિગ લાયસન્સની લાલિયાવાડીને કારણે ગુજરાતના લોકોને 4 કરોડનું નુકસાન
ગુજરાતમાં અત્યાર સુધી લર્નિંગ લાયસન્સની લાલિયાવાડીને કારણે લોકોને 4 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. લર્નિંગ લાયસન્સ માટે 15માંથી 11 જવાબ સાચા પડે તો પાસ ગણવામાં આવે. પરંતુ કેન્દ્ર સરકારે 2021માં આ નિયમ બદલીને 15માંથી 9 સાચા પડે તો લર્સિંગ લાયસન્સ આપવાની વાત કરેલી.
ગુજરાતમાં આનો અમલ ન થયો અને તેને કારણે 9થી 11 માર્ચ વચ્ચે ફેઇલ થનારા લોકોએ 4 કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા.
રાજયમાં દર મહિને લર્નિગ લાયસન્સ માટે દર મહિને 1.25 લાખ અરજીઓ આવે છે. એટલે દર વર્ષે 15 લાખ અરજીઓ થઇ. 9થી 11 માર્ક વચ્ચ ફેઇલ થનારા લોકોની સંખ્યા 2.50 લાખ છે અને લાયસન્સફી 50 રૂપિયા લેવામાં આવે છે. મતલબ કે અઢી લાખ લોકોને એક વર્ષમાં 1.25 કરોડ અને 3 વર્ષમાં 3.75 કરોડનું નુકશાન થયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp