સાર્વજનિક યુનિવર્સિટીએ 40 લાખની શિષ્યવૃત્તિ આપી

PC: Khabarchhe.com

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક યુનિવર્સિટી ખાતે વિવિધ કેટેગરી હેઠળ 155થી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 40 લાખથી વધુ રકમની શિષ્યવૃત્તિ ફાળવવામાં આવી હતી.

સાર્વજનિક યુનિવર્સિટીની તમામ 8 સંલગ્ન કોલેજોના લગભગ 155થી વધુ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ થકી રૂપિયા 40 લાખ જેટલી રકમના વાઉચર એનાયત કરવામાં આવ્યા હતા, જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક ફી તરીકે આપવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીની ફીના 10%થી લઈ 50% સુધી રહેશે. આ શિષ્યવૃત્તિ વિવિધ 5 જેટલી કેટેગરીમાં એનાયત કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે મેરિટોરીયશ વિદ્યાર્થીઓ જેમની હાજરી પણ ધ્યાનમાં રાખવામાં આવી હતી.

અન્ય પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરવામાં આવી છે તેઓને પણ આ શિષ્યવૃત્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શિષ્યવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ શૈક્ષણિક તથા અન્ય પ્રવૃત્તિમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરાય અને સંસ્થા તથા સમાજનું નામ રોશન કરે એવો છે. તદુપરાંત, આર્થિક રીતે નબળા (EWS), શારીરિક વિકલાંગ તથા અનાથ વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિ ફાળવવામાં આવી હતી. જેથી સમાજના દરેક વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી શકે અને સારા સંકૂલમાં અભ્યાસ લઈ શકે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp