આવાસ યોજનાઃ સુરત AAPએ કહ્યું- અમે તાળા તોડી ફ્લેટ આપી દઈશું

PC: divyabhaskar.co.in

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા તૈયાર કરવામાં આવેલા આવાસો અત્યાર સુધી ફાળવવામાં આવ્યા નથી. જેને લઇને લાભાર્થીઓમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે. આજે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને લાભાર્થીઓ મેયરનો ઘેરાવ કરવા મુગલીસરા કચેરીએ પહોંચ્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના નેતાએ ચીમકી આપતા જણાવ્યું હતું કે, તંત્ર 5 દિવસમાં યોગ્ય નિર્ણય કરીને જવાબ આપે, નહિતર અમે આ આવાસોના તાળા તોડીને જે ફ્લેટ ધારકે પૂરા રૂપિયા ભરી દીધા છે, તેમને સોંપી દઇશું. 

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાનું મકાન મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે, પરંતુ માત્ર ફોટો સેશન કરવા માટે રાહ જોતા નેતાઓના કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. લાભાર્થીએ દ્રારા ઘેરાવ કરવાનું મુખ્ય કારણ એ છે આ 200થી વધુ લોકોએ મોટા વરાછામાં ફાળવેલા આવાસમાં 1 વર્ષથી લોન લઈ પૂરા રૂપિયા ભરી દીધા છે. એ છતા પણ આવાસમાં રહેવા જવા માટેની મંજૂરી આપવામાં આવી નથી. વારંવાર રજૂઆત કરવા છતા અત્યાર સુધી તેમની માગણી પૂર્ણ થઈ રહી નથી. કયા કારણે તેમને મંજૂરી આપવામાં આવી રહી નથી. તે અંગે શાસકો તરફથી પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી.

આ અંગે આમ આદમી પાર્ટીના નેતા મહેશ અણધણે જણાવ્યું હતું કે, એક તરફ લોકો લોનના હપ્તા ભરે છે, તો બીજી તરફ ભાડાના મકાનમાં રહીને ભાડું પણ ભરી રહ્યા છે. આ મોંધવારીમાં જનતા પોતાના પૈસાઓનું વ્યાજ ભરે અને કોન્ટ્રાક્ટરની લેટ કામગીરી થઈ હોવા છતા તેને મલાઈ મળે, એ ગેરવ્યાજબી કહેવાય, તંત્રને એમ કરવાનો કોઈ હક્ક નથી. મેયરને દસ્તાવેજ થાય કે ન થાય પણ ફ્લેટ ધારકોને રહેવા માટેની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ મામલે 5 દિવસમાં યોગ્ય નિર્ણય કરી જવાબ ન આપવામાં આવે તો અમે આ ફ્લેટના તાળા તોડીને જે ફ્લેટ ધારકે પૂરા રૂપિયા ભરી દીધા છે, તેમને આપી દઇશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp