અમરેલીમાં 5 વર્ષનું બાળક સિંહના બચ્ચા સાથે રમતું હતું, સિંહણ આવી ઉઠાવી ગઈ અને...

PC: indiatimes.com

ગુજરાતના અમરેલી જિલ્લામાં 5 વર્ષના બાળક પર સિંહણે હુમલો કરવાનો એક બનાવ સામે આવ્યો છે. આ વિસ્તારના લોકો માટે સિંહ કોઈ નવી વાત નથી. એક રીતે સિંહો અને માણસો ત્યાં સાથે જ રહે છે. 5 વર્ષનો કિશોર નામનો છોકરો બે સિંહબાળ સાથે રમી રહ્યો હતો. તેને ખબર નહોતી કે સિંહણ આસપાસ જ છે. આ ઘટના મંગળવારની છે.

બાળક કિશોરનો પરિવાર જિલ્લાના ઉછૈયા ગામમાં રહે છે. માતા-પિતા મજૂરીનું કામ કરે છે. કિશોર તેના માતા-પિતા સાથે ઝુપડીની બહાર સૂતો હતો. એવામાં સવારે 4 કે 5ની વચ્ચે કિશોરની આંખ ખુલી. તેણે જોયું કે બે નાના સિંહબાળો ત્યાં મોજૂદ છે.

કિશોર સિંહબાળ સાથે રમવા લાગ્યો. તેને એ વાતનો ભાષ પણ નહોતો કે સિંહણ આસપાસ જ છે. સિંહણે જેવા તેના બાળકોને માણસના બાળક સાથે જોયા તે ગુસ્સામાં આવી ગઈ. સિંહણે કિશોરને પકડી લીધો અને તેને 3 કિમી દૂર રેલવે પાટા પાસે લઈ ગઈ. ત્યાં સુધીમાં કિશોરનું મોત થઈ ગયું હતું. સિંહણ એટલી ગુસ્સામાં હતી કે તેણે કિશોરનું માથુ અને પગ પણ ફાડી ખાધા.

કિશોરના પરિવારના લોકો સિંહણની પાછળ દોડ્યા પણ તેને બચાવી શક્યા નહીં. ત્યાર બાદ વન વિભાગને સૂચના આપવામાં આવી અને સિંહણની શોધ શરૂ કરવામાં આવી.

વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, અહીંના સિંહો માણસો પર હુમલો કરતા નથી, અને તેઓ માનવભક્ષક પણ નથી. પણ આ કિસ્સાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. જે સિંહણે આ હુમલો કર્યો છે તેણે થોડા મહિના પહેલા એક બકરીને પોતાની શિકાર બનાવી હતી.

વન વિભાગના અધિકારી સંદીપ કુમારનું કહેવું છે કે, સિંહણ હજુ પણ ગુસ્સામાં છે અને તેને પકડવાની કવાયત કરવામાં આવી રહી છે. તો વળી તે ક્ષેત્રના કોંગ્રેસ ધારાસભ્ય અમરિશ ડેરેએ તે વિસ્તારમાં નવું અભ્યારણ્ય બનાવવાની માગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp