ગુજરાતમાં 6400 TRB જવાનોને કાઢી મુકાશે, શું નવી ભરતી કરાશે?

ગુજરાતના શહેરોમાં ટ્રાફિકની વ્યવસ્થા કરવા માટે 9000 જેટલા TRB જવાન સેવા આપે છે, પરંતુ ગુજરાત DGના એક પત્રએ લગભગ 6400 TRB જવાનોને ઘરે બેસવાનો વારો આવશે. ગુજરાત DG ઓફિસના પત્રમાં લખવામાં આવ્યું છે કે એક જ જગ્યાએ એક જ વ્યકિત લાંબા સમયથી સેવા બજાવતા હોય તો તે વ્યવસ્થાની દ્રષ્ટિએ યોગ્ય નથી અને ઇચ્છનીય પણ નથી. પત્રમાં લખવામાં આવ્યું છે કે જે TRB જવાનની નોકરીના 10 વર્ષ પુરા થયા હોય તેમને 30 નવેમ્બર 2023ના દિવસથી ફરજ મૂક્ત કરવા, જે જવાનને 5 વર્ષ પુરા થયા હોય તેમને 31 ડિસેમ્બર 2023ના દિવસથી ફરજ મૂક્ત કરવા અને 3 વર્ષથી વધારે સમયો થયો હોય તો 31 માર્ચ 2024ના દિવસથી તેમને ફરજ મૂકત કરી દેવા. મતલબ કે 31 માર્ચ 2024 સુધીમાં 6400 TRBને ધરે બેસાડવાનો વારો આવશે.

આટલા બધા માણસોની નોકરી છુટવાને કારણે ટ્રાફિક વ્યવસ્થાનું શું થશે અને સરકાર નવી ભરતી કરશે? એ બે મોટા સવાલો ઉભા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp