ગુજરાતની 8 મહાનગર પાલિકામાંથી 7માં ફુલ ટાઇમ ચીફ ફાયર ઓફિસર નથી
ગુજરાતમાં ફાયર સેવાની સ્થિતિ અત્યંત કથળી ગઇ છે. યુનિફોર્મ્ડ સર્વિસની સમકક્ષ ગણાતી ફાયર ફાઇટીંગ ફોર્સ અત્યારે લીડરશીપની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. ગુજરાત સરકાર અને રાજ્યની મહાનગર પાલિકાઓ બંને કટોકટીની સેવામાં મહત્ત્વપૂર્ણ જગ્યાઓ ભરવામાં નિષ્ફળ ગઇ છે.
રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર (CFO)ની ધરપકડ પછી હવે ગુજરાતાં 8 મહાનગર પાલિકાઓમાંથી 7 મહાનગર પાલિકાઓમાં CFOનું પદ ખાલી છે. માત્ર જામનગરમાં જ ફુલ ટાઇમ CFO છે. અમદાવાદમાં 2 વર્ષથી CFOની પોસ્ટ ખાલી છે.
ગાંધીનગરમાં આ વર્ષે જે CFOની પોસ્ટ મંજૂર કરવામાં આવી. ભાવનગરમાં તો 18 વર્ષથી CFOની પોસ્ટ ખાલી છે. જુનાગઢમાં 2 વર્ષથી ખાલી છે. વડોદરામાં 2014થી ખાલી છે અને સુરતમાં 2017થી વસંત પારિક ઇન્ચાર્જ CFO તરીકે કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp