ગુજરાતના આ શહેરમાં કાચ તોડ ગેંગનો કહેર, 8 કારમાંથી લૂંટ કરી ફરાર

PC: news18.com

તમે કોઇ જગ્યાએ કાર પાર્ક કરી હોય અને જો તેમાં કોઇ વસ્તુ મુકી હોય તો કાચ તોડીને તેમાંથી વસ્તુ લૂંટી જવાના અથવા તમે ઘર પાસે કાર પાર્ક કરી હોય તો મોડી રાત્રે કારના કાચ તોડીને લૂંટ કરવાના કેસ અનેક વખત બનતા રહે છે. કાચ તોડીને લૂંટ કરનારી એક આખી ગેંગ કામ કરતી હોય છે. હવે ગુજરાતના આ શહેરમાં કાચ તોડ ગેંગે આતંક મચાવ્યો છે અને 8 કારના કાચ તોડીને લૂંટ કરીને ફરાર થવાની ઘટનાને પગલે પોલીસ દોડતી થઇ ગઇ છે.

રાજકોટમાંથી કાચ તોડ ગેંગનું કારસત્ન સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે. રાજકોટના હાઇપ્રોફાઇલ વિસ્તાર ગણાતા પંચશીલ સોસાયટીમાં મોડી રાત્રે કાચ તોડ ગેંગે 6 કારના કાચ તોડીને કારની અંદર રાખેલો સામાન લૂંટી ગયા હતા. ઉપરાંત રણછોડ નગર વિસ્તારમાંથી પણ આ જ રીતે લૂંટ કરવાની ઘટના સામે આવી છે.

રાજકોટમાં કારના કાચ તોડીને ચોરી કરતી ગેંગ ફરી સક્રીય થઇ ગઇ છે. એક જ રાતમાં 8 કારને નિશાન બનાવવામાં આવી હતી. સવાર પડતા જ્યારે કાર માલિકોએ જોયેં કે તેમની કારના કાચ તુટેલા છે અને અંદરની વસ્તુ ગાયબ થઇ ગઇ છે ત્યારે હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતા રાજકોટ બી ડિવિઝનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. CCTVને આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

પોલીસના કહેવા મુજબ CCTVમાં હોન્ડા સિટી કારમાં બે માણસો આવતા દેખાઇ છે અને તેમાંથી એક કારના કાચ તોડીને અંદરથી ફટાફટ વસ્તુઓ લઇને બંને જણા કારમાં ફરાર થઇ જતા જોવા મળે છે. કારમાંથી મ્યુઝીક સીસ્ટમ ગાયબ કરી દેવામાં આવી હતી.

પોલીસે કહ્યું હતું કે જે કારમાંથી રિવોલ્વરની ચોરી થઇ હતી તે બ્રિજેશ ગજેરાની માલિકીની હતી. તેણે પોલીસને કહ્યું હતું કે તેની પાસે રિવોલ્વરનું લાયસન્સ છે, પરંતુ તેનાથી ભૂલથી બેગ કારમાં રહી ગઇ હતી અને રિવોલ્વર પણ તેમાં જ હતી. પોલીસે કહ્યું હતું કે એક કારમાં રિવોલ્વર રાખેલી હતી તે પણ આ લોકો ચોરી ગયા છે. અન્ય કારમાંથી દસ્તાવેજો ચોરી થયાનું પણ સામે આવ્યું છે.હથિયાર ચોરાવાની ઘટનાને કારણે પોલીસની ચિંતા વધી ગઇ છે.

જો કે કાચ તોડ ગેંગ આ પહેલા પણ રણછોડનગર વિસ્તારમાં આતંક મચાવી ચુકી છે. તે વખતે પોલીસે CCTVના આધારે મહારાષ્ટ્રમાંથી એક ગેંગને પકડી પાડી હતી. પોલીસને શંકા છે કે કારના કાચ તોડીને લૂંટ કરનારાની સંખ્યા CCTVમાં ભલે 2 જ દેખાઇ છે, પરંતુ વધારે માણસોની સંડોવણી હોવાની શંકા છે. બ્રિજેશ ગજેરા સામે પોલીસ બેદરકારીનો ગુનો નોંધી શકે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp