સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં હાર્ટ એટેકના કારણે 8 લોકોના મોત

PC: gujarati.abplive.com

રાજ્યમાં દરરોજ હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે. તેમાં યુવાનો પણ તેમાંથી બાકી નથી. હાર્ટ એટેક આવતા યુવાનોના પણ મોત થઇ જાય છે અને એ ખરેખર ચિંતાની વાત છે. સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે હાર્ટએટેકની ઘટનાઓમાં વધારો થઈ રરહ્યો છે. આખા સૌરાષ્ટ્ર માટે છેલ્લા 24 કલાક કારમા સાબિત થયા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં એક જ દિવસમાં હાર્ટ એટેકના કારણે 8 લોકોના મોત થવાના સમાચાર છે. જેના કારણે તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં જ હાર્ટ એટેક આવવાના કારણે બે લોકોના તેમના મોત થઈ ગયા. જામનગરમાં પણ બે યુવાનોને હાર્ટ એટેક આવતા તેમના મોત થઇ ગયા. તો ગઈ કાલે રિક્ષા ચાલકને ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવતા મોત થવાની ઘટના સામે આવી હતી. હાઇવે પર જઈ રહ્યો હતો એ દરમિયાન આચનક હાર્ટ એટેક આવતા નીચે પટકાયો હતો. બીજી ઘટના 23 વર્ષીય યુવકને રામાપીરના આખ્યાન દરમિયાન હાર્ટ એટેક આવતા તે પણ મોત થઈ ગયું હતું

દ્વારકા જિલ્લામાં હાર્ટ એટેક આવતા એક જ દિવસમાં બે ખેડૂતોએ જીવ ગુમાવ્યો હતો. જિલ્લાના ઠાકર શેરડી ગામે કણજારિયા વેલજી રણમલનું હાર્ટ એટેકથી મોત થવાથી પરિવારજનોને આશંકા છે. ખેતરમાં કામ કરતી વખત અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો. ત્યારે હાલ તેના પરિવારજનો માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે અન્ય એક ઘટના ખંભાળિયાના શક્તિનગરમાં બની છે. જ્યાં રામજી દામજી નકુમ નામના ખેડૂતનું પણ ખેતીકામ કરતી વખત અચાનક મોત થઇ ગયું હતા. તેના પણ પરિવારજનોએ પણ હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

તો અમરેલી જિલ્લામાં પણ નવરાત્રિ દરમિયાન યોજાયેલા રામાપીરના આખ્યાન દરમિયાન એક યુવકને હાર્ટ એટેક આવતા અફરાતફરી મચી ગઈ હતી. રાજુલામાં મોડી રાત્રે 23 વર્ષીય દિનેશ શિયાળને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે તેને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અહીં, જુવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં શોક છવાયો છે. જામનગરમાં 24 વર્ષીય રવિ પરબતભાઈ લૂણા નામના યુવકને અચાનક કાર્ડિયાક અરેસ્ટથી મોત થઈ ગયું. તો જામનગર નજીક આવેલ પીપળી ગામના પાટિયા નજીક આદેશ હૉટલ પાસે એક ટ્રક ચાલકને ચાલુ ટ્રકે હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp