સુરતના 28 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોત, માતાની પ્રતિમા લેવા ગયો હતો

PC: abplive.com

છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં યુવાનોના હાર્ટએટેકને કારણે ચિંતાજનક હદે મોત થઇ રહ્યા છે. થોડા સમય પહેલા ક્રિક્રેટ રમતી વખતે કે પ્રેકટીસ કરતી વખથે અથવા વરઘોડામાં નાચતી વખતે અનેક યુવાનો ઢપી પડ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, તાજેતરમાં ગુજરાતમાં ગરબાની પ્રેકિટીસ કરતા કરતા 4થી 5 યુવાનો મોતને ભેટ્યા છે, હવે સુરતના એક યુવાનના મોતને કારણે લોકોમાં ટેન્શન વધી ગયું છે.

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં રહેતા અમર રાઠોડ નામનો યુવાન ડાયમંડ ઓફિસમાં કામ કરતો હતો. અમર માતાજીની પ્રતિમા લેવા ગયો હતો અને અચાનક ઢળી પડ્યો હતો. અમરનું પણ હાર્ટએટેકને કારણે મોત થયું છે.તેને પત્ની અને એક પુત્ર છે.

તો બીજી તરફ વડોદરાના પાદરામાં અરિહંત કોમ્પ્લેક્સમાં પણ એક યુવાનું હાર્ટએટેકે કારણે મોત થયું છે.

યુવાનોમાં વધી રહેલા હાર્ટએકેટના કેસો ખરેખર, ચિંતાનો વિષય છે અને હવે જ્યારે 15 ઓકટોબરથી 24 ઓકટોબર સુધી નવરાત્રિનો તહેવાર છે ત્યારે માતા-પિતાના જીવ પડીકે બંધાયા છે. નવરાત્રીના 9 દિવસ યુવાનો એટલા ઉત્સાહમાં ગરબા રમતા હોય છે કે, તેમને ખબર પણ નથી પડતી કે કોઇ પ્રોબ્લેમ થઇ રહ્યો છે. એક એક ગરબો અડધો કલાક થી કલાક સુધી સતત રમવામાં આવે છે.

હાર્ટએટેકના વધી રહેલા કેસો જોતા અમદાવાદ મેડિકલ એસોસિયેશને ખેલૈયાઓને કેટલાંક સલાહ સૂચનો આપ્યા છે, જે બધાએ જાણવા જેવા છે. એસોસિયેશને કહ્યું છે કે, જો તમારી ઉંમર 40 વર્ષ કરતા વધારે હોય અને તમે નિયમિત કસરત ન કરતા હો, તમારા પરિવારમાં ડાયાબિટીસ, બ્લડપ્રેસરની બિમારીનો ઇતિહાસ હોય તો તમારે ગરબા રમતા પહેલાં ડોકટર પાસે તમારા હાર્ટની ચકાસણી કરી લેવી. જ્યારે તમે ગરબા રમો ત્યારે જો પરસેવા થાય, તમને ચક્કર આવે અથવા છાતીમાં દુખાવો થતો હોય તેવું લાગે તો તાત્કાલિક ગરબા રમવાનું બંધ કરીને શાંતિથી બેસી જજો. ગરબા રમતી વખતે તમારી સાથે લીંબુ પાણી રાખજો અને નિયમિત પીજો.

એસોસિયેશને કહ્યું છે કે ભરપેટ જમીને ગરબા રમવા જતા નહીં. આયોજકોએ પણ તેમના કાર્યકરોને CPRની તાલિમ આપવી જેથી તાત્કાલિક બચાવ કરી શકાય. તમારે જ તમારા આરોગ્યનું ધ્યાન રાખવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp