અમદાવાદના રેખાબેનને સ્માર્ટ મીટરનું 6.67 લાખનું બિલ મળ્યું, પહેલા આવતું 5-6 હજાર

PC: twitter.com

સ્માર્ટ મીટરને લઈને લોકોમાં રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. બધી બાજુ લોકો એક જ વાત કહે છે કે, તેમને સ્માર્ટ મીટર લગાવવા નથી. લોકોની એક જ ફરિયાદ છે કે સ્માર્ટ મીટરથી મીટર જલદી ફરે છે અને બિલ વધુ આવે છે. થોડા દિવસ પહેલા તો એક વ્યક્તિને લાખો રૂપિયાનું બિલ મળી ગયું હતું. નરોડાના રેખાબેનના હાથમાં બિલ આવતા તેઓ ચોંકી ગયા હતા અને ટેન્શનમાં આવી ગયા હતા. રેખાબેનને 6.67  લાખ રૂપિયાનું બિલ મળ્યું હતું. રેખાબેને કહ્યું હતું કે, જૂના મીટરથી મહિને 5-6 હજારનું બિલ આવે છે, પણ સ્માર્ટ મીટરનું નવું બિલ 6.67 લાખ રૂપિયા આવ્યું છે. તેમને મેસેજ આવ્યો હતો કે, તમારું ઈલેક્ટ્રિક કનેક્શન પ્રી-પેડ મોડમાં કન્વર્ટ થઈ ગયું છે અને તમારું આઉટસ્ટેડિંગ અમાઉન્ટ 6 લાખ 67 હજાર 873 રૂપિયા છે. આ અંગે હજુ સુધી વીજ કંપનીનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

સ્માર્ટ મીટર લગાવતા ભાડે રહેતા પરિવારને આવ્યું 9 લાખનું બિલ, MGVCL MD કહે- આ..

ગુજરાતમાં ઘણા શહેરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ તેનો વિરોધ પણ થઇ રહ્યો છે તો કેટલાક લોકો આ નિર્ણયને સારો ગણાવી રહ્યા છે. વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિને ભારેભરકમ 9 લાખ રૂપિયાનું બિલ આવ્યુ છે. જો કે, એ વ્યકતિનો મુદ્દો ધ્યાનમાં આવ્યા બાદ MGVCLએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને નવા બિલનો મેસેજ પણ મોકલી દેવામાં આવ્યો છે.

વડોદરાના ગોરવા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજય નામના વ્યક્તિએ MGVCL પર મોટો આરોપ લગાવ્યો છે. તેણે મોબાઈલમાં બિલની કોપી બતાવી દાવો કર્યો છે કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ 9 લાખ 24 હજાર રૂપિયાનુ બિલ આવ્યું છે. આ બિલ જોઇને તે પોતે પણ અચંબામાં મુકાઇ ગયો હતો. તેણે કહ્યું કે, સામાન્ય રીતે દર 2 મહિને મારા ઘરનું ઇલેક્ટ્રિક બિલ 1500-2000 રૂપિયા આવતું હોય છે, પરંતુ આ વખત સ્માર્ટ મીટર લગાવ્યા બાદ મને મેસેજ આવ્યો કે, મારું બિલ 9 લાખ 24 હજાર 254 રુપિયા બિલ આવ્યું છે.

આ બાબતે MGVCLના MD તેજસ પરમારે જણાવ્યું કે, નવા મીટર જ્યારે લગાવવામાં આવે છે ત્યારે જૂના બિલનું રીડિંગ તેમાં જોડવામાં આવે છે. તેમાં એક કેસમાં ધ્યાનમાં આવ્યું છે કે, મીટર રીડિંગમાં ભૂલ થઇ છે. જે ભૂલને કારણે ખોટી ગણતરી થઇ છે અને એને સુધારવામાં આવી છે. આ ગ્રાહકનું બિલ માઇનસમાં છે જે તાત્કાલિક સુધારીને ગ્રાહકને મેસેજ મોકલી દેવામાં આવશે. આ માનવીય ભૂલ છે. આ સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવ્યું છે એવું નથી, પરંતુ ડેટા એન્ટ્રીમાં જે માનવીય ભૂલ થઇ છે તેના કારણે થયું છે. જે સુધારી લેવામાં આવ્યું છે.

શહેરોમાં સાદા વીજ મીટરને બદલે સ્માર્ટ વીજ મીટર લગવવાની કામગીરી ચાલી રહી છે. જેની સામે સામાન્ય લોકો દ્વારા સાદા વીજ મીટરોની સરખામણીમાં વધારે વીજ બિલ આવતા હોવાના આરોપ સાથે ભારે વિરોધ કરી રહ્યો છે. વિરોધ પક્ષ પણ આ મામલે સરકારની સામે આવી ગયું છે. જેને કારણે ગાંધીનગરમાં સરકારે વીજ કંપનીઓના MD સાથે એક બેઠક કરી હતી. સાદા મીટર અને સ્માર્ટ મીટરની જાણકારી મેળવીને લોકોની શેકા કઈ રીતે દૂર કરી શકાય તે માટે ચર્ચા કરી હતી.

વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ શરૂ થયો હતો. વીજ વિભાગની એફિસોમાં લોકોએ હોબાળો કર્યો હતો, લોકો ડબલ અને ત્રણ ગણા બિલ આવ્યાં હોવાની ફરિયાદો કરી હતી.  ત્યારબાદ આ આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. તો આ મુદ્દે ગાંધીનગરમાં સરકારની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે. વીજ ગ્રાહકોમાં થઈ રહેલી ગેરસમજણને દૂર કરવા માટે હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp