વરાછામાં ક્રેઇનને કારણે તુટી ગયેલો બંગલો નવો બનશે, જાણો કેટલા રૂપિયા ખર્ચ થશે?
સુરતમાં 22 ઓગસ્ટના દિવસે વરાછા વિસ્તારમાં મેટ્રો રૂટનું કામ ચાલે છે એ સમયે LG બોક્સના લોચિંગ દરમિયાન ક્રેઇન તુટી પડી હતી અને નજીકના એક બંગલા પર પડી હતી. સદનસબી એ સમયે બંગલામાં કોઇ નહોતું.
હવે આ બંગલાને મેટ્રોના કોન્ટ્રાકટર રણજીત બિલ્ડકોન નવો બનાવીને આપશે. મેટ્રોનો કોન્ટ્રાકટર કોઇ ખાનગી વ્યક્તિને બંગલો બનાવી આપે તેવી આ પહેલી ઘટના હશે.
અમે જેમનો બંગલો તુટી ગયો હતો તેવા મહેશભાઇ દેસાઇને ફોન કર્યો હતો અને આખી વિગત જાણી હતી. તેમણે કહ્યુ કે, શરૂઆતમાં કંપની માત્ર રિપેરીંગ કરી આપવાની વાત કરતી હતી, પરંતુ મેં મુંબઇ અને બેંગ્લોરની સ્ટ્રકચરલ એજન્સી પાસે રિપોર્ટ કરાવ્યો હતો અને બીજી તરફ મેટ્રોએ SVNITના તજજ્ઞો પાસે રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ક્રેઇનનું 175 કિલો વજન હતું અને જેને કારણે બીમ અને સ્ટ્રકચરને જે નુકશાન થયું છે તે રિપેર થઇ શકે તેમ નથી. એટલે રણજિત બિલ્ડકોને આખો બંગલો નવો બાંધી આપવા માટે સંમતિ આપી છે. મહેશભાઇએ કહ્યું કે, કેટલો ખર્ચ થશે તે નક્કી નથી, પરંતુ મારા મતે 2.50 કરોડ રૂપિયામાં નવો બંગલો બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp