ડાયમંડ કંપનીઓના કૌભાંડની તપાસ માટે કેન્દ્રીય મંત્રીને ફરિયાદ કરાઇ

PC: Khabarchhe.com

સુરતના ક્લેક્ટરને એક અરજી ગુજરાત યુથ ઇન્ટુકના ચેરમેન નીરવ જે રાણાએ આપી છે અને તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, ઔદ્યોગિક સ્વાથાય અને સલામતી વિભાગની સુરત કચેરી જ્યાં લગભગ આશરે 15 વર્ષથી ખોટા પુરાવા / દસ્તાવેજોના આધારે ફેક્ટરી લાયસન્સ આપવાના નામે ખુબજ મોટું કોભાંડ ચાલી રહ્યું હોય જેમાં લાખો રત્નકલાકારોના નિયમ મુજબના નોકરી અંગેના હક્કોથી વંચિત રાખવ કાવતરું રચી રહ્યા છે.

જે માહિતી મળેલ છે અને આજ માહિતી ઉપરોકત તમામ ઔદ્યોગિક સ્વાથાય અને સલામતી વિભાગ અને શ્રમ અને રોજગાર મંત્રી કચેરી, દિલ્હી, નાયબ શ્રમ આયુક્તની કચેરી સુરત જ્યાં અમોએ પેહેલથી જ તા. 26-૦6-2024, 21-૦8-2024, 20-૦9-2024, 17-10-2024ના રોજ લેખિતમાં અને ઈમેઈલ દ્વારા જાણ કરેલ હતી પણ આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. મળેલ માહિતી મુજબ યુનિયન પાસે મેં. સ્ટાર રેઈઝના કામદારો તેમના હક્ક હિસ્સા બાબતે અમોનો સંપર્ક કરેલો જે બાબતે અમોએ સંસ્થા સાથે વાતચીત અને સમાધાન પહેલ કરેલ જેમાં ગ્રેચ્યુઈટી કંટ્રોલીંગ ઓથોરીટી સમક્ષ જયારે કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે અમોને નીચે 'મુજબના પુરાવાઓ સંસ્થા દ્વારા મળ્યા જેની વિગત નીચે મુજબ છે.

1. રેઈઝ જેનો લાયસન્સ નં 5078 છે જે કા.ધા. તા.19.૦8.2002 છે જેમાં 500 વધુ કામદાર નહીં અને 250 એચપીથી વધારે હોર્સપાવર નહીં અને તે લાયસન્સ 31.12.2025 છે જે તા. 18.૦9.2020થી રીન્યું કરવામાં આવેલ, જેમાં સંસ્થાનું સરનામું શિવમ ચેમ્બર્સ, ખાંડ બજાર, સુરત દર્શાવેલ છે.
2. ત્યારબાદ તે સ્થળ પર સ્ટાર રેઈઝ એમએફજી કુ. થી લાયસન્સ આપેલ જેનો લાયસન્સ નં ૧૦૦૨૦ હતો, જે કા.ધા. તા. ૦૧.૦૪.૨૦૧૧ હતી જેમાં ૫૦૦થી વધુ કામદાર નહિ અને ૨૫૦ એચપી થી વધારે હોર્સપાવર અહીં અને તે લાયસન્સ તા. ૩૧.૧૨.૨૦૧૪ સુધી હતું જે તા. ૧૮.૦૧.૨૦૧૪ ના રોજ રીન્યું કરેલ હતું. હાલ અમો ગ્રેચ્યુઈટીમાં તે સંસ્થા બંધ બતાવેલ છે અને તેમાં સંસ્થાનું સરનામું રજો - ૩જો માળ, શિવમ ચેમ્બર્સ, ખાંડ બજાર, સુરત બતાવેલ હતું.
3. ત્યારબાદ તે સ્થળ પર નેચરલ ડાયમંડ એમએફજી કુ. થી લાયસન્સ આપેલ જેનો લાયસન્સ નં ૨૧૨૪૩ હતો, જે કા.ધા. તા. ૦૧.૦૪.૨૦૧૫ હતી જેમાં ૫૦૦થી વધુ કામદાર નહિ અને ૨૫૦ એચપીથી વધારે હોર્સપાવર અહીં અને તે લાયસન્સ તા. ૩૧.૧૨.૨૦૧૮ સુધી હતું જે તા. ૧૭.૦૧.૨૦૧૭ ના રોજ રેન્યું કરેલ હતું. હાલ અમો ગ્રેચ્યુઈટીમાં તે સંસ્થા બંધ બતાવેલ છે અને તેમાં સંસ્થાનું સરનામું રજો-૩જો માળ, શિવમ ચેમ્બર્સ, ખાંડ બજાર, સુરત બતાવેલ હતું.
4. ત્યારબાદ તે સ્થળ પર પરફેક્ટ જેમ્સથી લાયસન્સ આપેલ જેનો લાયસન્સ નં ૩૯૫૯૬ હતો, જે કા.ધા. તા. ૦૧.૦૪.૨૦૧૯ હતી જેમાં ૫૦૦થી વધુ કામદાર નહિ અને ૨૫૦ એચપી થી વધારે હોર્સપાવર અહીં.અને તે લાયસન્સ તા. ૩૧.૧૨.૨૦૨૩ સુધી હતું જે તા. ૧૩.૧૦.૨૦૨૧ ના રોજ રીન્યું કરેલ હતું. હાલ અમો ગ્રેચ્યુઈટીમાં તે સંસ્થા બંધ બતાવેલ છે અને તેમાં સંસ્થાનું સરનામું રજો - ૩જો માળ, શિવમ ચેમ્બર્સ, ખાંડ બજાર, સુરત બતાવેલ હતું.
5. ત્યારબાદ તે સ્થળ પર આઈડલ જેમ્સથી લાયસન્સ આપેલ જેનો લાયસન્સ નં ૫૧૫૨૪ છે, જે કા.ધા. તા. ૦૧.૦૪.૨૦૨૩ હતી જેમાં ૫૦૦થી વધુ કામદાર નહિ અને ૨૫૦ એચપી થી વધારે હોર્સપાવર અહીં અને તે લાયસન્સ તા. ૩૧.૧૨.૨૦૨૪ સુધી હતું જે તા. ૧૦.૦૭.૨૦૨૩ ના રોજ રીન્યું કરેલ હતું. હાલ અમો ગ્રેચ્યુઈટીમાં તે સંસ્થા બંધ બતાવેલ છે અને તેમાં સંસ્થાનું સરનામું રજો - ૩જો માળ, શિવમ ચેમ્બર્સ, ખાંડ બજાર, સુરત બતાવેલ છે.
6. ઉપરોક્ત તમામ લાયસન્સ એક જ સરનામાં પર અને દર ૪ વર્ષે મૂળ માલિકના મળત્યાઓના નામે ખોટા પુરાવાઓ જેમ કે ખોટા ભાડા કરાર જે ફક્ત ૧૧ મહિના માટેના જ બનાવેલ અને તેના આધારે ૩-૪ વર્ષ માટેના લાયસન્સ આપવામાં આવેલ છે જયારે ફેક્ટરી કાયદો લાયસન્સ આપવા માટે ૧૨ મહિના માટેનો હોય જેમાં ફક્ત ૧૧ મહિનાના ભાડા કરાર પર ૩-૪ વર્ષ માટેના લાયસન્સ આપવામાં આવેલ છે.
7. અહી પ્રશ્ન એ આવે છે કે, જો શિવમ ચેમ્બર્સ પર એકવાર સ્ટાર રેઈઝથી લાયસન્સ આપવામાં આવ્યું હોઈ જેમાં આખે આખી બિલ્ડીંગ જે શિવમ ચેમ્બર્સનો ઉલેખ કરવામાં આવી ગયો હોય તો પછી તેજ જગ્યાએ અન્ય ૪ લાયસન્સ કઈ રીતે આપવામાં આવ્યા અને જો આપવામાં આવ્યા તો એનો મતલબ એ થાય કે સંસ્થાએ સાચી હકીકત આપથી છુપાવેલ અને અલગ અલગ સમયે લાયસન્સની પ્રક્રિયા કરેલ અથવા તો સંસ્થાની માંગણીને એક જ જગ્યાએ એકથી વધારે લાયસન્સ આપવામાં આવેલ છે.
8. જો આપ લાયસન્સથી જોઈ શકો તો એવું ફલિત થાય છે કે એક સાથે ૧૦૦૦ કામદાર એક જ સરનામે કામ કરતા હોવા જોઈએ કારણકે સ્ટાર રેઈઝ અને તે પછીના તમામ લાયસન્સ ૫૦૦ થી વધુ કામદાર નહિ તેમ લેવામાં આવ્યા છે મતલબ કે સંસ્થામાં કાતો ૨૫૧ થી વધારે અથવા ૫૦૦ સુધી કામદાર કામ કરે છે તેવું સ્પષ્ટ ફલિત થાય છે, જેથી જે તે કચેરીએ જયારે સંસ્થા જો બંધ કરવામાં આવે તો તે બાબતે યોગ્ય પગલા લેવા માટે તમામ કચેરીએ જે તે સમયે કા તો જયારે આ બાબતની જાણ થાય ત્યારે તે બાબતે યોગ્ય પગલા લેવાની ફરજ હોય છે જયારે અહીં સંસ્થા નિયમ પ્રમાણે ૧૧૩થી બંધની જાણ ઔદ્યોગિક સ્વાથાય અને સલામતી વિભાગને કરેલ છે તે બાબતે તેમના વડાએ જે તે સમયે નાયબ શ્રમ આયુક્તની સુરત કચેરીને જાણ કરવાની હોય જયારે અહીં જાણ કરવામાં આવેલ નથી.
9. આથી અહી એવું ફલિત થાય છે કે ફેક્ટરી ડીપાર્ટમેન્ટએ સંસ્થાના હિતમાં એક જ સરનામાં ઉપર ફેક્ટરી લાયસન્સ આપેલ છે, જો ડીપાર્ટમેન્ટ એક જ સરનામાં ઉપર માળ પ્રમાણે પણ લાયસન્સ આપેલ હોઈ તો પણ સંમજમાં આવે કે સંસ્થા અલગ અલગ છે પણ અહી ભાગીદારી કરારમાં જોબવર્ક માટે બનાવેલ છે અને તમામ સંસ્થા જેમ કે સ્ટાર રેઈઝ એફએમજી કુ., નેચરલ ડાયમંડ એફએમજી કુ., પરફેક્ટ જેમ્સ અને આઈડલ જેમ્સ એ તમામ સંસ્થા સ્ટાર રેઈઝ માટે કામ કરતી આવેલ છે અને લેબર અને તેને લાગતા અન્ય કાયદાઓથી બચવા માટે અલગ અલગ માલિક બતાવી લાયસન્સ લીધેલ છે જે ખરેખર નિયમ વિરુધ કહેવાય અને તે માટે તમામ સંસ્થા સામે યોગ્ય કાર્યવાહી કરવાં માટે નમ્ર અરજ છે.
10. વધુમાં ડાયમંડ ઉદ્યોગ બાબતે વધુ તપાસ કરતા આ જ પ્રકારના કામ અર્હમ જેમ્સમાં જોવા મળ્યું છે, એશિયન સ્ટારમાં જાણવા મળ્યું એસ વિનોદકુમારમાં પણ જાણવા મળ્યું જેમાં શ્રુસ્તી જેમ્સ. સ્પાર્કલ ઈમ્પેઝથી સંસ્થા ચાલુ કરી અને ૩ વર્ષ બાદ બંધ કરી દેવામાં આવેલ.
11. અહી જો સરકાર દ્વારા કમિટી રચી અને તેની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો તેવું જાણવા મળશે કે સુરતમાં આશરે ૮૦% થી વધુ ડાયમંડ ફેકટરીઓ આ રીતે ચાલી આવે છે જેમાં ફેક્ટરી અને લેબર ખાતાના અધિકારીઓના મેળાપીપણાના લીધે કામદારોને તેમના હક્કથી વંચિત રાખવા માટે ડાયમંડ માલિકો અને ફેક્ટરી અને લેબર અધિકારીઓનું ખુબ મોટું કૌભાંડ બાર આવી શકે તેમ છે.
12. વધુમાં જો જોઈએ તો એક જ બિલ્ડીંગમાં એકથી વધારે ફેક્ટરી લાયસન્સ આપવામાં આવ્યા છે અને જો જે તે બિલ્ડીંગ સંસ્થાના નામે બોલતી હોય તો તેમાં અન્ય સંસ્થા જે પણ નવી ઉભી કરવામાં આવે છે તેની કોન્ટ્રાકટ એક્ટ હેઠળ રજીસ્ટર કરવાનું હોય તેની જગ્યાએ ફેક્ટરી લાયસન્સ લઇ અનફેર લેબર પ્રેક્ટીસ થઇ રહી છે, જેને આપને બીજી રીતે શામ કોન્ટ્રાકટ તરીકે ઓળખીએ છીએ.
13. હાલ એવું જોવામાં આવ્યું છે કે કહેવાતા ડાયમંડ ઉદ્યોગના આગેવાનો આવા માલિકો સાથે અને ફેક્ટરી અને લેબરના અધિકારીઓ સાથે મળીને કામદારને ચકડોળે ચઢાવી, ગેરમાર્ગે દોરી સેટલમેન્ટ કરવવામાં આવે છે જેમાં ધી પેમેન્ટ ઓફ ગ્રેજયુઈટી એક્ટ ૧૯૭૨માં પણ સેટલમેન્ટ કરાવી સીધેસીધો ભંગ કરવામાં આવી રહ્યો છે. આઈડી એક્ટની કલમ ૨૫(ઓ), ગ્રેજ્યુઈટી ચુકવણી અધિનિયમ, તથા શ્રમ અને ફેક્ટરી કાયદાઓ તથા અન્ય તમામ લેબર કાયદાઓ, પીએફ, ઈએસઆઈ વિગેરેનો ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરતા આવી રહ્યા છે.

આ બાબતે ગુનાહિત બેદરકારી બાબતે ફોજદારી રાહે ઉપરોક્ત તમામ સંસ્થા, તેના માલિકો / ભાગીદારો / ડીરેક્ટર, તમામ ફેક્ટરી/લેબર વિભાગના અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરી તેમના વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમામ અધિકારીઓ તપાસમાં કોઈ વિક્ષેપ ન કરે તે થઈ તે તમામ અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે તેવી માંગણી છે. આ માંગણી માંગવાનો હેતુ છે છે કે હાલ રત્નકલાકારો આર્થિક કારણે આત્મહત્યા કરી રહ્યા છે, તેમજ પાછલા 6 મહિનામાં 72થી વધુ રત્નકલાકારોએ સુરતમાં આત્મહત્યા કરેલ છે તેમજ થોડા સમય પહેલા આર્થર કેમિકલ ઇન્ડ જે સચિન જીઆઇડીસીમાં આવેલ છે જ્યાં એક બ્લાસ્ટ થયો હતો જેમાં આશરે 25થી વધુ કામદારો મૃત્યુ પામ્યા હતા તેમ છતાં ફેક્ટરી અધિકારીએ રૂપિયાનો વહેવાર લઇ આજદિન સુધી તે સંસ્થા વિરુદ્ધ કોઈપણ ફોજદારી રાહે કેસ કરેલ નથી જેની મુખ્ય જવાબદારી ચીફ ફેક્ટરી ઇન્સ્પેકટરની હોય છે.

આ બાબતે ખૂબ જ સમય વેડફાયો છે અને હવે એવી પરિસ્થિતિ ઉદ્ભવેલી છે કે રત્નકલાકારો પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરી શકે તેવા બનાવની ભીતિ ભવિષ્યમાં સર્જાય શકે તેમ છે જેથી તમે ફરિયાદ પર તાત્કાલિક ધોરણે જીણવટ પૂર્વક ધ્યાન આપી જવાબદારો સામે પગલાં લઇ જેમ બને તેમ જલ્દીથી કામદારોના ન્યાયના હિતને ધ્યાનમાં રાખી જરૂરી પગલાં લેશે તેવી આશા રાખીએ છીએ.

આ બાબતે ગુજરાત યુથ ઇન્ટુકે મુખ્યમંત્રી ગુજરાત, શ્રમ અને રોજગાર મંત્રી ગુજરાત, શ્રમ અને રોજગાર મંત્રી ભારત સરકાર, નેતા વિરોધ પક્ષ ગુજરાત, લેબર કમિશનર ગુજરાત અને ચીફ ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી ડિરેક્ટર, ગુજરાતને ફરિયાદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp