અયોધ્યા રામ મંદિર માટે ડાયમંડ વેપારીએ આટલા કિલો સોનું દાનમાં આપ્યું

PC: twitter.com

અત્યાર સુધી અયોધ્યા રામ મંદિર માટે જેટલાં દાનની રકમ સામે આવી છે, તેમાં ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુએ 18 કરોડ રૂપિયાથી વધારેનું દાન આપ્યું છે, જેમાં તેમણે પોતે 11 કરોડથી વધારે અને બાકીની રકમ ભક્તો પાસેથી ઉઘરાવીને આપી છે. જ્યારે SRK ડાયમંડના ગોવિંદભાઇ ધોળકીયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, પરંતુ હવે એ વાત સામે આવી છે કે સુરત- મુંબઇમાં ડાયમંડનો બિઝનેસ કરતા એક વેપારીએ રામ મંદિર માટે 101 કિલો સોનું દાનમાં આપ્યું છે, જેની કિંમત થાય છે 65  કરોડ રૂપિયા, અત્યાર સુધીમાં જે દાનની રકમ સામે આવી છે, તેમાં આ સૌથી મોટું દાન છે. આ 101 કિલો સોનામાંથી અયોધ્ય મંદિરના સોનાના દરવાજા બનવાના છે.

અયોધ્યા રામ મંદિર માટે 101 કિલો સોનું દાન કરનાર વેપારીનું નામ છે દિલીપ લાખી અને તેમણે તેમના પિતા વિસનદાસ હોલારામ લુખીના નામે દાન કર્યું છે. આ પહેલાં દિલીપ લાખી સોમનાથ મંદિરમાં 110 કિલો અને ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરમાં 51 કિલો સોનું દાન કરી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp