20 વર્ષની દિશાએ આપઘાત કરી પોતાનો જીવ લઇ લીધો પણ બીજા 5ને નવજીવન આપતી ગઇ

PC: khabarchhe.com

નવસારીમાં ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ 16 જૂને આપઘાત કરી લીધો હતો, પણ તે બ્રેન ડેડ થઇ હતી.પરિવારની સંમતિથી તેણીના કિડની, લીવર અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. તેણી તો આપઘાત કરીને આ દુનિયા છોડી ગઇ પણ 5 લોકોને નવજીવન આપતી ગઇ.

આપઘાત કરનારી યુવતીનું નામ દિશા નાયક હતું. લોકડાઉન પછી એટલે કે 3 મહિના પછી અંગદાનમો પહેલો કિસ્સો સામે આવ્યો હોવાનું ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાળાએ કહ્યું હતું. ગણદેવી તાલુકાના ધમડાછા ગામમાં રહેતી અને નવસારીની એક કોલેજમાં ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી દિશા નાયકે 16 જૂને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. દિશાને ગણદેવીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.દિશા બ્રેન ડેડ હોવાનું ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાળાને જાણ થતા તેમણે દિશાના પરિવારજનોને અંગદાન વિશે સમજાવ્યું હતું. પરિવારે કિડની, લીવર અને આંખના દાન માટે સંમતિ આપી હતી.

નિલેશ માંડલેવાળાએ કહ્યું હતું કે દિશાના પિતા દેવાંગભાઈ અને માતા શિલ્પાબેને જણાવ્યુ કે અમારી દીકરી દિશા ફિજીયોથેરાપીસ્ટ બનીને સમાજમાં લોકોની સેવા કરવા માંગતી હતી. આજે તે બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

તેમણે વધુમાં જણાવ્યું કે આપઘાત જેવા કેસમાં સામાન્ય રીતે પરિવારજનોને અંગદાન માટે સમજાવવા મુશ્કેલ હોય છે. તેઓ સામાન્ય મૃત્યુ કરતા વધુ દુખમાં હોય છે. પરંતુ અમે પ્રયત્નો જરૂર કરીએ છીએ. આ એવો ત્રીજો કેસ છે જેમાં આપઘાત કરનારના અંગદાન કરાયા હોય. 

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 361 કિડની, 146 લીવર, 7 પેન્ક્રીઆસ, 26 હૃદય, 4 ફેફસાં અને 266 ચક્ષુઓ સહિત કુલ 810 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 754 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની આ સંસ્થા આખા દેશમાં ઓર્ગન ડોનેશન માટે પ્રખ્યાત બની રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp