ગુજરાતના ભાજપના સાંસદે એવો ભાંગરો વાટ્યો કે ઘરેથી પાછા આવીને માફી માંગવી પડી

વલસાડના ભાજપના સાંસદ ડો. કે,સી પટેલ ભાંગરો વાટવા માટે જાણીતા છે. તાજેતરમાં ધરમપુરના બીલપુડી ગામમાં એક કાર્યક્રમમાં સાંસદે એવો ભાંગરો વાટ્યો કે આખરે માફી માંગવી પડી. આ પહેલા પણ સાંસદ કે. સી પટેલ એક હનીટ્રેપમાં ફસાવવાને કારણે ચર્ચાંમાં આવ્યા હતા.

સાંસદ કે સી પટેલ ધરમપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનમન ઇ સંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ડો. કે.સી પટેલે કહ્યુ કે, આદિમ જૂથના લોકો પહેલા મરેલા ઢોરોનું માંસ ખાતા હતા. આ વાતથી ભારે હોબાળો મચી ગયો હતો, પરુંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વર્ચુઅલ સંબોધન બાકી હતું એટલે ઉપસ્થિત લોકો શાંત રહ્યા હતા.

કાર્યક્રમ પુરો થયા પછે સાંસદ કે સી પટેલ ઘરે ચાલ્યા હતા. પરંતુ કાર્યક્રમમાં લોકોએ ભારે હોબાળો મચાવ્યો અને સાંસદને પાછા બોલાવીને માફી માંગવાની વાત કરી હતી.

ભાજપના નેતાઓએ ડો. કે. સી પટેલને પાછા કાર્યક્રમમાં બોલાવ્યા હતા અને સાંસદે લોકોની નમીને માફી માંગી હતી એ પછી વિવાદ થાળે પડ્યો હતો.રાજકારણના જાણકારોનું કહેવું છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં ડો. કે સી. પટેલને ટિકિટ મળવાની સંભાવના ઘણી ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp