સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા હજારો પ્રવાસીઓ ઉમટ્યા, હાઈવે પર ટ્રાફિક જામ

PC: Youtube.com

રાજ્યમાં નર્મદા નદીના કિનારે આકાર પામેલી સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે. દરમિયાન આજે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા કેવડીયા ખાતે લગભગ 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. તેમજ ટિકીટ લેવા માટે પ્રવાસીઓની લાંબી લાઈનો લાગી છે.

તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દિવાળીના તહેવારોમાં નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે. કેવડિયામાં આવેલા ટેન્ટ સિટીમાં પ્રવાસીઓએ 70 ટકા ટેન્ટ અગાઉથી જ બુક કરાવી લીધા છે. આ ઉપરાંત જિલ્લામાં આવેલી મોટા ભાગની હોટલો અને ગેસ્ટ હાઉસ પણ ફુલ થઈ ગયા છે. પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદબોસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ચાર દિવસમાં લગભગ 16 હજારથી વધારે પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. જેથી તંત્રને લગભગ 50 લાખની આવક થઈ હોવાનું જાણવા મળે છે.

દરમિયાન આજે શનિવારે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યા હતા. જેના કારણે હાઈવે પર 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. શુક્રવારે પણ ટિકીટ લેવા માટે પ્રવાસીઓની લાંબી લાઈન લાગી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા બંધ, ઝરવાણી, વિશાલખાડી, માલસામોટ સહિત સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. આવતીકાલે રવિવારે પણ પ્રવાસીઓનો ધસારો વધવાની શકયતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp