સુરતના સિટીલાઇટ પર જીમમાં પણ રાજકોટ જેવો અગ્નિકાંડ થયો હોત, પણ..

PC: Khabarchhe.com

સુરતના સિટીલાઇટ રોડ પર આવેલા ફોર્ચ્યુન મોલના જીમમાં શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હતી અને તેમાં બે મહિલાના મોત થયા છે. જો કે દિવાળી વેકેશન હોવાને કારણે જીમ બંધ હતી એટલે રાજકોટ જેવી ભયાનક ઘટના બનતા અટકી ગઇ હતી.

સિટીલાઇટ રોડ પર જીમ-11માં એક અમૃતયા સ્પા પણ ચાલે છે. બુધવારે સાંજે આગ લાગી અને તેમાં સિક્કીમની 2 મહિલાઓ બીનુ લિંબુ અને મનીષા રોયના મોત થયા. મનિષા તો હજુ એક મહિના પહેલાં જ સિક્કીમથી સુરત આવી હતી.

જે સમયે આગની ઘટના બની એ સમયે સામાન્ય દિવસોમાં જીમમાં 150થી વધારે લોકોની અવર જવર રહેતી હોય છે અને સાંજે 4થી 6માં બાળકોની જિમનેસ્ટીક ટ્રેનિંગ ચાલે છે. સદનસીબે વેકેશનનને કારણે બધું બંધ હતું.માત્ર સ્ટાફ હાજર હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp