વી.ટી.ચોકસી લો કોલેજમાં સેમિનાર યોજાયો

PC: bdcrictime.com

વી.ટી. ચોકસી લો કોલેજ, માં “Indian Knowledge System" ના સંદર્ભમા “Bhagwad Gita : A Socio – Legal Discourse” વિષય પર એડવોકેટ  શ્રેયસ દેસાઈ (ચે૨મેન, એડમિનિસ્ટ્રેટિવ કમિટિ, વી.ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ) અને ડો. ઈ૨મલા દયાલ (ઈન્ચાર્જ પ્રિન્સિપલ, વી.ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ) ના માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં એડવોકેટ શ્રેયસ દેસાઈએ વિષયના અનુસંધાનમાં કર્મ અને ફળ વિશે ચર્ચા કરી હતી. આ સેમિનારમાં રિસોર્સ પર્સન્સ તરીકે જર્નાલિસ્ટ બકુલ ટેલર અને દીપક સોલિયા ઉપસ્થિત રહ્યા હતા. બકુલ ટેલર દ્વારા કૃષ્ણ અને સમાજના લોકો વિશે જ્ઞાન અપાયેલ હતું. આ ઉપરાંત સમાજના લોકોને શ્રીમદ ભગવદ ગીતામાંથી દરેક પ્રશ્નોના જવાબ કઈ રીતે મળી શકે તેની સમજ પૂરી પાડેલ હતી. તેમજ  દીપક સોલિયા દ્વારા સ૨ળ શબ્દોમાં કૃષ્ણ અને અર્જુનના સંવાદ, યોગના પ્રકાર, ઉપદેશો તેમજ સર્વશ્વા કૃષ્ણ જ છે જેવી ચર્ચા થકી ગીતા નો સાર સમજાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વકીલાતના સફરમાં કર્મનું મહત્વ, નૈતિકતા અને સફળતા સાથે પોતાનો સંવાદને તેમણે પુર્ણ કર્યો હતો. કોલેજના 440થી વધુ વિદ્યાર્થીઓએ આ સેમિનારના તજજ્ઞના જ્ઞાનનો લાભ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp