ભુજની હાઇસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટ એટેક, નિધન

PC: divyabhaskar.co.in

શનિવારે ભુજના મુંદ્રા રોડ તરફ આવેલી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયમાં ભણતા સગીર વયના વિદ્યાર્થીનું વર્ગખંડમાં પરીક્ષા આપવા દરમિયાન હાર્ટએટેકના કારણે મોત થઇ ગયું હતું. નાની ઉંમરના વિદ્યાર્થીનું અકાળે મોત થતા સમગ્ર કચ્છ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. તે ભુજ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો દીકરો હતો. દેશ, ગુજરાતમાં પણ હાર્ટ એટેક નાની ઉંમરના લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. આ મામલે ચિંતા વધારતી વધુ એક ઘટના ભુજ નજીક મુંદ્રા રોડ પર આવેલી આર.ડી. વરસાણી હાઇસ્કુલમાં બન્યો છે.

જમાદાર ધર્મેન્દ્રસિંહ ઝાલાનો પુત્ર દક્ષરાજસિંહ ઝાલા (ઉંમર 16 વર્ષ) શનિવારે શાળામાં પરીક્ષા આપી રહ્યો હતો. એ દરમિયાન અચાનક તબિયત બગડતા તરત જ ભુજની જી.કે. જનરલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. યુવાન વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થવાના સમાચાર મળતા આખા કચ્છ જિલ્લામાં હાહાકાર સાથે દુઃખની લાગણી પ્રસરી જવા પામી હકી. આ મામલે માનકુવા પોલીસે ઘટનાની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિદ્યાર્થીનું મોત થયા બાદ પરિવારજનો, શાળા સંચાલકો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

થોડા દિવસ અગાઉ જ રાજકોટમાં પણ ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થઇ ગયું હતું. હૈદરાબાદમાં ગુરુકુળમાં અભ્યાસ કરતો સગીર દિવાળીનું વેકેશન કરવા ઘરે આવ્યો હતો. પિતાની બાઈક પાછળ બેસી હેર કટિંગ કરવી ઘરે જતી વખત ચાલું બાઈકે હાર્ટ એટેક આવતા નીચે પટકાયો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતો. મીડિયા રિપોર્ચ મુજબ રાજકોટમાં કોઠારિયા મેઇન રોડ ઉપર શ્યામ હોલ પાસે આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા પૂજન અમિતભાઈ ઠુમ્મર નામનો 15 વર્ષીય સગીર તેના પિતા અમિતભાઈ ઠુમ્મરની બાઈક પાછળ બેસી મવડી મેઇન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ બાઈકે પૂજન ઠુમ્મર નીચે પટકાયો હતો.

પુજન ઠુમ્મરને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હૉસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર મળે એ અગાઉ જ ફરજ પરના ડૉક્ટરે પૂજન ઠુમ્મરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાક સમયથી હાર્ટ એટેકની જે ઘટનાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. પહેલાં હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે લોકોને હાર્ટ એટેક આવવાની વાત સામે આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકોને પણ હાર્ટ એટેક આવે અને તેનું મોત થઈ જાય તેવી ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp