ગુજરાતનો એક સ્ટાર લોક ગાયક રાજકારણમાં અટવાઇ ગયો

PC: facebook.com/vijaysuvadaofficial20

ગુજરાતના લોક ગાયક વિજય સુવાળા અત્યારે ચર્ચામાં છે. સુવાળા સામે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેમણે ભાજપના એક નેતા પર 50 સાગરિતો સાથે હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ વિજય સુવાળા આહિર સમાજના સુપર સ્ટાર સિંગર તરીકે ઓળખાય છે. તેઓ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પણ 7 જ મહિનામાં AAP છોડીને જાન્યુઆરી 2022મામાં ભાજપમાં આવી ગયા હતા.

વિજય સુવાળા મહેસાણાના સુવાળા ગામના વતની છે. તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી અને પિતા ટ્રક ડ્રાઇવર હતા. વિજયને નાનપણથી પૈસાદાર બનવાના સપના હતા. શરૂઆતમાં તેઓ માતાજીની રેગડી અને ગરબા ગાતા હતા. એક મિત્રની સલાહથી પ્રોફેશનલ સિંગર બનવા તરફ આગળ વધ્યા અને સીદડી તલાવડી ગીત અને મોહબત ખપે બીજુ કંઇ ના ખપે ગીત પછી રાતોરાત ફેમસ થઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp