આ તો ટીચર કે કસાઇ, 3 વર્ષની બાળકીને 35 લાફા ઠોક્યા, સુરતની શાળાનો બનાવ, Video

PC: etvbharat.com

ગુજરાતના સુરત શહેરમાં આવેલા કાપોદ્રા વિસ્તારની એક ઘટનાએ વાલીઓને હચમચાવી નાંખ્યા છે. શાળામાં જુનિયર કેજીમાં ભણતી 3 વર્ષની એક માસૂમ વિદ્યાર્થીનીને શાળાની શિક્ષિકાએ એક બે નહીં 35 લાફા ઠોકી દીધા હતા. વાલીઓ કહી રહ્યા છે કે આ તો શિક્ષિકા છે કે કસાઇ? માસૂમ બાળકીઓને એક ટપલી મારીએ તો પણ દુખ થઇ જાય અને આ શિક્ષિકાએ તો 35 લાફા ઝીંકી દીધા. આ વાતનો ભારે હોબાળો મચ્યો છે અને જિલ્લાશિક્ષણાધિકારીએ કાર્યવાહી કરવાની વાત કરી છે.

જાણવા મળેલી વિગત મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં કારગિલ ચોકમાં આવેલી સાધના નિકેતન શાળામાં જુનિયર કેજીમાં ભણતી માત્ર 3 વર્ષની એક બાળકી જ્યારે ઘરે ગઇ અને યુનિફોર્મ ઉતાર્યો ત્યારે ખબર પડી કે તેણીના પીઠ પર લાલ ધબ્બા પડેલાં હતા. બાળકીને પુછ્યું તો રડતા રડતા તેણે કહ્યું શાળાના ટીચરે માર્યું.

બાળકીના બેરહેમીથી પડેલો માર જોઇને માતા ધુંઆફુઆ થઇ ગઇ હતી અને પતિને સાથે લઇને સાધના નિકેતન વિદ્યાલય પહોંચી હતી. તે વખતે શાળા તો બંધ થઇ ગઇ હતી, પરંતુ અમે આચાર્યને મળ્યા હતા અને તેમને આખી ઘટનાની વાત કરી હતી. આચાર્યની સાથે અમે પણ શાળાના CCTV ફુટેજ જોયા અને જોઇને અમે ચોંકી ઉઠ્યા હતા.

શિક્ષિકા બાળકીને 35 વખત પીઠ પર માર માર્યો હતો અને ગાલ પર 2 તમાચા મારી દીધા હતા. બાળકીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ બેરહેમી શિક્ષિકા સામે હું કેસ કરવાનો છું. શાળાએ શિક્ષિકા સામે શું પગલાં લીધા તે વિશે હજુ જાણવા મળ્યું નથી, પરંતુ DEO ડો. દિપક દરજીએ મીડિયા સાથેની વાતચીતમા કહ્યુ હતું કે, શાળાના મેનેજમેન્ટ સાથે વાત કરીને જો શિક્ષિકા દોષિત હશે તો કાર્યવાહી કરવામાં આવશે.શિક્ષણ વિભાગ આવી કોઇ પણ હરકત ચલાવી લેવા માંગતું નથી.

આ ઘટના વાયુવેગે વરાછા વિસ્તારમાં ફેલાઇ જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થી મોટો હોય અને કોઇ ભૂલમાં એકાદ થપ્પડ કે ફુટપટી મારી હોય તો એક વાર ચલાવી લેવાય, પરંતુ માત્ર 3 વર્ષની બાળકી પર હાથ ઉઠાવનાર જલ્લાદ શિક્ષિકા સામે પગલાં લેવા જોઇએ એવી લોકો માંગ કરી રહ્યા છે.

હવે જોવાનું એ રહે છે કે શાળા સંચાલકો અને DEO શું પગલાં લે છે. બાકી બાળકોને શાળામાં માર મારવાના અનેક કિસ્સા સામે આવતા જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp