યુનિવર્સલ હોસ્પિટલમાં 200 ડોક્ટરની ટીમ, જાણો બીજી સુવિધાઓ

PC: Khabarchhe.com

સુરતના ઉધના વિસ્તાર ખાતે નવનિર્મિત યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, 54 લેવલ-3નું વિશાળ ICU અને દક્ષિણ ગુજરાતની સૌ પ્રથમ મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અદ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલની સફળ પ્રિ લોન્ચ પ્રેસ કોન્ફરેન્સ યોજાઈ હતી. ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાની ECMO (કૃત્રિમ હૃદય અને ફેફસા) ટ્રીટમેન્ટ સેન્ટર સાથે 24X7 કલાક હોસ્પિટલમાં દરેક રોગના નિષ્ણાંત ડોક્ટરની ટીમ રહેશે.

આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરવેશનલ પલ્મોનોલોજી યુનિટ બૉન્કોસ્કોપી (EBUS) સેન્ટર, કાર્ડિયાક અંતર્ગત સૌપ્રથમ યુએસની GE-IGS 320 ઓટો રાઈટ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન, દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ ક્વાર્ટરનરી કેયર હોસ્પિટલ, અને અમેરિકા, જર્મન અને યુ.કેની એડવાન્સ રેડિયેશન ટેક્નોલોજીના માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર (મગજ અને કરોડરજ્જુની સર્જરી અને સારવાર માટેનું યુનિટ), ઇંફેસિયસ ડિઝીસેસની સુવિધાઓ ઉપરાંત 200 બેડની 200 ડોક્ટરોના સહિયારા પ્રયાસોથી બે લાખ સ્કેવર ફુટ વિસ્તારમાં નિર્માણ થયેલી હોસ્પિટલ જે ફક્ત 24 મહિનાના અંતરાળમાં સંપૂર્ણ વિકસિત કરાઈ છે. જ્યાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેક્નોલોજી અંતર્ગત કાર્ડિયાક કેથલેબ, કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર, મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોળખાપણની સમસ્યાને ઉગારતી ફીટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાનો સંગમ યુનિવર્સલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp