નગરપાલિકાની ચૂંટણી પછી જન્મ્યું ત્રીજું બાળક, BJPના બે કોર્પોરેટરોની ખુરસી ગઈ

PC: gujaratsamachar.com

માત્ર બે બાળકો જ સારા છે. બાળકોની આ ફોર્મ્યુલા ગુજરાતમાં નાગરિક ચૂંટણી લડનારાઓ માટે અસરકારક છે. જો ચૂંટણી જીત્યા પછી ત્રીજું બાળક થયું તો તેની ખુરસી જતી રહી શકે છે. ગુજરાતના અમરેલીમાં BJPના બે કોર્પોરેટરને ત્યાં ત્રીજું બાળક જન્મ્યું હોવાના કારણે તેમની બેઠક ગુમાવવી પડી હતી. અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ દામનગર પાલિકાના બે કોર્પોરેટર ખીમા કસોટીયા અને મેઘના બોઘાને કોર્પોરેટર તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. ચૂંટણી પછી બંને કોર્પોરેટરના ઘરે ત્રીજા સંતાનનો જન્મ થયો હતો.

DM ઓફિસના જણાવ્યા અનુસાર, ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963નું ઉલ્લંઘન કરવા બદલ તેમનું સભ્યપદ સમાપ્ત કરવામાં આવ્યું હતું. બંને કોર્પોરેટરને ગેરલાયક ઠેરવ્યા પછી પણ પાલિકામાં BJPની બહુમતી જળવાઈ રહેશે.

અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, 2021ની નાગરિક ચૂંટણીમાં ખીમા કસોટીયા વોર્ડ નંબર 2 અને મેઘના બોઘા વોર્ડ નંબર 3 દામનગર નગરપાલિકાના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. બંને પ્રથમ વખત કોર્પોરેટરની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. ચૂંટણી સમયે તેમણે પોતાના સોગંદનામા અને રેકોર્ડમાં બે બાળકો હોવાની માહિતી આપી હતી. બાળકોના જન્મ પ્રમાણપત્રો મ્યુનિસિપલ રેકોર્ડમાં રાખવામાં આવે છે. ત્યાર પછી બંને કોર્પોરેટરને ત્યાં વધુ એક બાળકનો જન્મ થયો હતો. ખીમા કસોટીયા ત્રીજી વખત પિતા અને મેઘના બોઘા ત્રીજી વખત માતા બની.

આ પછી, હીરા પોલિશિંગના વ્યવસાયી છગન ભાક્સરે 16 જાન્યુઆરીએ બંને કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ભાક્સરની અરજી પછી કલેક્ટર કચેરીએ તેની તપાસ શરૂ કરી હતી. પહેલા તો બંને કોર્પોરેટરએ ફરિયાદનો વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ચૂંટણી પછી ત્રીજા બાળકનો કાયદો લાગુ પડતો નથી. કલેકટરે તેમનો વાંધો નકારી કાઢી તેમને અયોગ્ય જાહેર કર્યા હતા.

26 વર્ષીય ખીમા કસોટિયાએ કહ્યું કે, તે બે બાળકના નિયમથી વાકેફ છે, પરંતુ તેણે વિચાર્યું કે જો ચૂંટણી પછી ત્રીજું બાળક જન્મે તો તે અયોગ્ય નહીં હોય. તેમણે કહ્યું કે તેઓ કલેક્ટરના નિર્ણયનો અભ્યાસ કરશે, પછી આગળની કાર્યવાહી કરશે. દરમિયાન, મેઘના બોઘાના પતિ અરવિંદે કહ્યું કે, તેમને ત્રીજા બાળક વિશે કોઈ માહિતી નથી. ખાનગી બસ કંપનીની ટિકિટ બુક કરાવનાર અરવિંદે જણાવ્યું હતું કે, જો તેની પત્નીને નિયમો અનુસાર ગેરલાયક ઠેરવવામાં આવે છે તો તેણે તે સ્વીકારવું પડશે.

તેમણે કહ્યું કે, હવે તેને આ નિર્ણય પર પસ્તાવો નથી, કારણ કે ભગવાને તેને ત્રીજા સંતાન તરીકે પુત્ર આપ્યો છે. ચૂંટણી પહેલા અરવિંદ અને મેઘના એક છોકરી અને એક છોકરાના માતા-પિતા હતા. હવે તેને બે પુત્રો છે. અરવિંદે જણાવ્યું કે, ખીમા કસોટિયા બે છોકરીઓનો પિતા હતો. હવે ભગવાને અમને પુત્રનો આશીર્વાદ આપ્યો છે. અમારા માટે કુટુંબ પ્રથમ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp