'ફ્રાર્મસી ડે' નિમિતે એક અનોખો પ્રયાસ
સુરેન્દ્રનગર, 27 સપ્ટેમ્બર: તારીખ 25 સપ્ટેમ્બરના દિવસે ફ્રાર્મસી ડેની ઉજવણી સુરેન્દ્રનગર જિલ્લાની અને ગુજરાતમાં નામાંકિત ગણાતી શ્રી, સી, યુ, શાહ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રીસર્ચ કોઠારિયા.વઢવાણ ગામ ખાતે કરવામાં આવી હતી, જે કોલેજ શ્રી સી.યુ.શાહ યુનિવર્સીટી સંલગ્ન છે. આ દિવસે રાજશી મીડિયા દ્વ્રારા “બ્લોગ રાઈટીંગ” આયોજન કરવામાં આવ્યું હતું.
“બ્લોગ રાઈટીંગ” જેને આપણે સૌ “કન્ટેન્ટ રાઈટીંગ” તરીકે પણ જાણીએ છીએ આ પ્રોગ્રામ દરમિયાન “બ્લોગ રાઈટીંગ” ની તકો અને ભવિષ્ય વિશે વધુ વાત કરતા રાજશી મીડિયા ક્રિએટર જીગરભાઈ શારસ્વત એ જણાવ્યું કે આવનારા ટેકનોલોજીના સમયમાં “બ્લોગ રાઈટીંગ”ની ખુબજ અગત્યનું કૌશલ્ય સાબિત થશે જેના થકી ફાર્મસીના વિદ્યાર્થીઓંને ફાર્મા કંપની, ફાર્મા મેગેઝીન તેમજ ફ્રાર્મસીને લગતા શિક્ષણ માટે પણ તકો ઉભી થશે.
આ પ્રોગ્રામમાં “બ્લોગ રાઈટીંગ”માં ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓં આયુશી મહેતા, મૈત્રી વૈષ્ણવ, નીલ રાવલ, પ્રિશા પરમાર, શ્રેયશ પટેલ, સ્પર્શ કુરાની, હરદીપ ઝીંઝુવાડીયા, મુશ્કાન ગુપ્તા, ઓમ દવે વગેરેએ ઉત્સાહ ભેર ભાગ લઇ ખુબજ સારો દેખાવ કરેલ હતો. આ પ્રોગમને સફળ બનાવવા માટે શ્રી, સી, યુ, શાહ યુનિવર્સીટીના રજીસ્ટાર ડો.નિમિત શાહ તેમજ શ્રી, સી, યુ, શાહ કોલેજ ઓફ ફાર્મસી એન્ડ રીસર્ચના પ્રિન્સીપાલ ડો.આકૃતિ એસ.ખોડકીયા મેડમ તેમજ આ પ્રોગ્રામના કોર્ડીનેટર પ્રો.જાગીર પટેલ તેમજ કોલેજના તમામ સ્ટાફ મિત્રોએ ભારે જેહમત ઉઠાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp