ગણપત વસાવાનો આદિવાસીઓએ કર્યો વિરોધ, કાર પર પથ્થરમારો

14 Jan, 2018
03:23 PM
PC: khabarchhe.com

રાજપીપળા ખાતે આદિવાસી અને વન મંત્રીને આદિસાવાસી સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અન્ય જાતિઓને પછાત અને આદિવાસીમાં સામેલ કરવા મામલે સમાજે વનમંત્રી ગણપત વસાવાનો ભારે સૂત્રોચ્ચા કરી વિરોધ કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
ગણપત વસાવાએ વન મંત્રી તરીકે સિંધી સહિતની અન્ય જાતિઓને આદિવાસ સમાજમાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેના કારણે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના યુવાઓ અને આગેવાનોએ દેખો દેખો કૌન આયા, આદિવાસી કા ગદ્દાર આયા કહીને ગણપત વસાવા વિરુધ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.

સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગણપત વસાવા રાજપીપળને અડીને આવેલા માંગરોળ વિધાનસભા મતક્ષેમાંથી ધારાસભાની ચૂંટણી લડ્યા હતા. તેમનો પહેલી વખત આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગણપત વસાવા સામે વિરોધ એટલો બધો તીવ્ર બની ગયો હતો કે તેમણે તાત્તકાલિક સભા સ્થળને છોડીને જતા રહેવું પડ્યું હતું. ગણપત વસાવાએ સભા સ્થળ પરથી રોકાયા વગર ત્યાંથી રવાના થવાનું જ મુનાસીબ માન્યું હતું.

પોતાની કારમાં બેઠેલા ગણપત વસાવાની કાર પર ત્યાર બાદ પથ્થર પણ ફેંકાયા હતા. પથ્થરના કારણે તેમની કારનો કાચ પણ તૂટી જવા પામ્યો હતો. પોલીસે ઘટના સ્થળે સ્થિતિ વણસે નહી તેની તકેદારીનાં ભાગરૂપે સંયમ જાળવ્યો હતો પરંતુ સૂત્રોચ્ચાર અને પથ્થર ફેંકનાર આદિવાસી સમાજના લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
.