AAP નેતાની રજૂઆતઃ દીકરીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજીનની જાણકારી આપો

PC: twitter.com

શિક્ષણ સમિતિની બજેટ સામાન્ય સભામાં 'આપ'ના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ એક રજૂઆત કરી છે, જેને આમ આદમી પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમની આ પહેલની પ્રશંસા પણ થઈ રહી છે.

તેમણે કહ્યું હતું કે, દેશની કરોડો દીકરીઓમાં હજુ પણ મેન્સ્ટ્રુઅલ હાઈજીન સંબંધિત ઘણી અગત્યની જાણકારીઓનો અભાવ છે જેને કારણે અસંખ્ય મહિલાઓ યોનિમાર્ગ અને ગર્ભાશયની અનેક પ્રકારની બીમારીઓથી પીડાય છે.  દેશ અને દુનિયામાં હજુ પણ મોટાભાગની જગ્યાઓએ દીકરીઓ આ અંગે ખુલીને વાત કરી શકતી નથી. આવી સ્થિતિમાં પીરિયડ્સ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કોઈ પણ પ્રકારની સમસ્યાનું કારણ શું છે, સ્વચ્છતાની મદદથી કઈ બીમારીઓથી બચી શકાય છે વગેરેની સાચી માહિતી એમને ક્યારેય મળતી નથી.

જો શરૂઆતના તબક્કે જ પ્રાથમિક શાળામાં દીકરીઓને આ બાબતનું પ્રશિક્ષણ આપવામાં આવે, તો દીકરીઓ પોતાની સ્વાસ્થ્ય સંબંધી આ અગત્યની જાણકારી મેળવી શકે તેમજ પોતાના ઘર-પરિવાર-મહોલ્લામાં પણ આ બાબતે જાગૃતિ લાવી શકે. આ બાબત માત્ર શારીરિક નથી, માનસિક પણ છે. સમાજમાં રહેલા માસિક સંબંધિત પૂર્વગ્રહો અને ગેર-માન્યતાઓ મહિલાઓના આત્મવિશ્વાસપૂર્વક જીવવામાં પણ બાધારૂપ છે.

આથી આજની બજેટ સામાન્ય સભામાં શ્રી રાકેશ હિરપરાએ રજૂઆત કરી કે દીકરીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજીન સંબંધિત પ્રશિક્ષણ આપવામાં આવે તેમજ સેનેટરી પેડ દર વર્ષે વિનામૂલ્યે આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp