પતિના બચાવમાં ઉતર્યા ચૈતર વસાવાના પત્ની, બોલી- BJP મારા પતિની લોકપ્રિયતાથી...

PC: timesofindia.indiatimes.com

ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ડેડિયાપાડા વિધાનસભા સીટ પરથી ચૂંટાયેલા ધારાસભ્ય ચૈતર વસાવાની બીજી પત્ની વર્ષાબેન વસાવાએ આરોપો પર પહેલી વખત મૌન તોડતા કહ્યું કે, જો ચૈતર વસાવા વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી લડ્યા તો જીતી શકે છે, એટલે ભારતીય જનતા પાર્ટી (BJP) તેમનાથી ડરી રહી છે. ચૈતર વસાવાની લોકપ્રિયતા વધી રહી છે, પરંતુ સરકાર એ જોઈ શકતી નથી એટલે તેમને ફસાવવામાં આવ્યા છે.

વનકર્મીઓને ધમકાવવાના આરોપનો સામનો કરી રહેલા ચૈતર વસાવા હાલમાં ફરાર છે. તેમની એક પત્ની જેલમાં બંધ છે. ચૈતર વસાવાની બીજી પત્ની વર્ષાબેન વસાવાએ કહ્યું કે, ચૈતરની પત્ની શકુન્તલાએ કો ભૂલ કરી નથી, છતા તે જેલમાં છે. પાર્ટીના બોટાદથી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપ સરકાર SC, ST અને OBC વિરોધી માનસિકતા રાખે છે, જો કોઈ પોતાના સમુદાય માટે અવાજ ઉઠાવે છે ઓ ભાજપ સરકાર તેને દબાવવાનો પ્રયાસ કરે છે. ચૈતર વસાવા પહેલી વખત ધારાસભ્ય બન્યા છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે એટલે ભાજપ સરકાર તેમને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

ગુજરાત સરકારને ખેડૂતોની નહીં, માત્ર ઉદ્યોગપતિઓની ચિંતા છે. છોટાઉદેપુર જિલ્લાના અધ્યક્ષ રાધિકા રાઠવાએ કહ્યું કે, ધારાસભ્ય ચૈતર વસાવાની પત્નીને કોઈ ગુના વિના ફસાવવમાં આવી છે. તેનું મનોબળ તોડવામાં આવ્યું, જેથી કોઈ મહિલા આગળ ન લડે. 40-50 વર્ષોથી આદિવાસી ક્ષેત્રમાં કોઈ પ્રગતિ થઈ નથી અને જે પણ કામ છે તેઓ માત્ર કાગળ પર છે. ચૈતર વસાવાની પત્ની વર્ષાબેન વસાવાએ કહ્યું કે, વન વિભાગના 40-50 કર્મચારીઓએ અડધી રાત્રે એક ખેડૂતનો પાક કાપી નાખ્યો. આ મુદ્દા પર ખેડૂતોએ ધારાસભ્ય ચૈતર વસાવા સમક્ષ પોતાની વાત રાખી. ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને આ અંગે ચર્ચા કરી અને રાત દરમિયાન બંને લોકો વચ્ચે મામલો થાળે પાડવામાં આવ્યો.

તેના 3 દિવસ બાદ DSP સરવૈયા અને 40-45 પોલીસકર્મી કોઈ પણ મંજૂરી વિના અમારા ઘરે આવ્યા અને અમારા ઘરની તપાસ કરી અને અડધી રાત્રે અમને પરેશાન કર્યા. સવારે 5:30 વાગ્યે પોલીસ ફરી આવે છે અને ચૈતરભાઈની બીજી પત્ની શકુન્તલાબેનને પોલીસ લઈ જાય છે અને જેલ મોકલી આપે છે. આ આખા મામલે તેની કોઈ ભૂલ નથી. છતા આપણે જોયું કે FIRમાં ધારાસભ્ય વિરુદ્ધ ખોટો કેસ નોંધીને ફસાવી દેવામાં આવ્યા. FIRમાં લખ્યું છે કે ફાયરિંગ થઈ, પરંતુ એવી કોઈ ઘટના થઈ નથી. એ ભાજપનું સંપૂર્ણ ષડયંત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp