કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલની સભામાં AAP સમર્થકોએ નારા લગાવ્યા

PC: navbharattimes.indiatimes.com

લોકસભાની ચૂંટણીને હવે વધારે સમય બચ્યો નથી અને ભાજપે તો ઘણા સમયથી તૈયારીઓ કરી લીધી છે, પરંતુ INDIA ગઠબંધન હજુ સીટ શેરીંગ અને આંતરિક ઝગડામાંથી બહાર નથી આવી રહી. ગુજરાતમાં ભરૂચની બેઠકની હમેંશા ચર્ચા થતી રહી છે. કોંગ્રેસ નેતા સ્વ. એહમદ પટેલના દિકરી મુમતાઝે શનિવારે ભરૂચમાં જાહેરસભાનું આયોજન કર્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ AAPના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

AAP અને કોંગ્રેસ એ બંને INDIA ગઠબંધનનો પાર્ટ છે, છતા કોઇ પણ જાતની ચર્ચા કર્યા વગર અરવિંદ કેજરીવાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. કોંગ્રેસ પોતે પણ ભરૂચ બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતારવા માંગે છે. એક જમાનામાં ભરૂચ બેઠક કોંગ્રેસનો ગઢ મનાતી હતી અને એહમદ પટેલ આ બેઠક જીતતા હતા, પરંતુ ઘણા વર્ષોથી હવે આ બેઠક પર ભાજપનો કબ્જો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp