કોરોનાના કેસ વધતા આરોગ્ય સચીવ આ શહેર દોડ્યા, બેડમાં વધારો કરવા તૈયારી શરૂ

PC: wp.com

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. રાજકોટમાંથી કોરોના વાયરસનો આંકડો 4700ને પાર થઈ જતા ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે. આવી સ્થિતિને ધ્યાને લઈને રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ રાજકોટ દોડી આવ્યા છે. રાજકોટની હોસ્પિટલમાં તાત્કાલિક બેઠક યોજી છે. એક સમયે સૌરાષ્ટ્રના ભાવનગરમાં સૌથી વધારે કેસ હતા અત્યારે આવી સ્થિતિ રાજકોટ શહેર-જિલ્લાની છે.

જોકે, જયંતી રવિ એકાએક રાજકોટ આવતા તમામ પદાધિકારીઓ અને તબીબ ટીમ ચોંકી ઊઠી છે. એમની આ સરપ્રાઈઝ મુલાકાતને લઈને અનેક તર્ક-વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. રાજકોટ આવતા આરોગ્ય સચિવે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યાર બાદ તેમણે નિવેદન આપ્યું હતું કે, રાજકોટવાસીઓની ઊંઘ હરામ થઈ શકે છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં હજું પણ વધારે કેસ વધવાની શક્યાઓ છે. જેને લઈને હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, એમના આ નિવેદનથી સૌ કોઈ ચોંકી ઊઠ્યા છે. જોકે, રાજકોટમાં પણ ભયનો એક માહોલ જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટમાં ત્રણ રાઉન્ડ સર્વે પૂરા થયા છે. જેનું વિશ્લેષણ કરતા આ પરિણામ સામે આવ્યું છે. રાજકોટ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે ખાસ રણનીતિ શરૂ થઈ ગઈ છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, રાજકોટની તમામ સોસાયટીમાં, એપાર્ટમેન્ટમાં કોવિડ વોલિન્ટિયર બનાવવામાં આવશે.જેઓ પોતાના વિસ્તારનું પ્રતિનિત્વ કરશે.


રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં 33 લોકોના મોત થયા છે. જેમાં શહેરના 29 અને ગ્રામ્ય વિસ્તારના 2 દર્દીઓનો સમાવેશ થાય છે. બે દિવસ પહેલા 40 લોકોના મોત નીપજ્યા હતા. ગુરૂવારે બપોર સુધીમાં કુલ નવા 43 કેસ સામે આવ્યા છે. સૌરાષ્ટ્રમાં જામનગરમાં 4537, જૂનાગઢમાં 2303 કેસ, ભાવનગરમાં 3586, સુરેન્દ્રનગરમાં 1485 કેસ, અમરેલીમાં 1721 અને મોરબીમાં 1329 કોરોના વાયરસના કેસ નોંધાયેલા છે. આવા માહોલ વચ્ચે સૌથી કપરી સ્થિતિ સ્મશાનમાં જોવા મળી છે. જ્યાં અનેક મૃતદેહ કતારમાં છે બીજી તરફ અસ્થિઓ માટે મટુકીઓ ખૂટી રહી છે. સ્મશાન પર ભારણ વધતા તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે વિપક્ષે પ્રશ્નો ઊઠાવ્યા છે. ખાસ કરીને દરેક મૃતદેહ બાદ સાફ-સફાઈની કામગીરીમાં સમય જતા અંતિમક્રિયામાં લાંબો સમય લાગી રહ્યો છે. કોરોનાની મહામારીને ધ્યાને લઈને સ્મશાન 24 કલાક માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp