રાજકોટમાં 8 વર્ષની સગીરા સાથે 3 નરાધમોએ કર્યું દુષ્કર્મ, એક બાળકીના પિતાનો મિત્ર

PC: divyabhaskar.co.in

આરોપીઓએ 8 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ કર્યા, બાદ છોકરી તેના પિતાને ઘટનાની વાત કહી દેશે તેવા ડરથી બાળકીને મારી નાખવાનું નક્કી કરી માથાના ભાગે પથ્થરના મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પકડાયેલા આરોપીઓ એકલા રહી કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને છોકરીના પરિવારજનો સાથે ઓળખાણ ધરાવતા હોવાથી છોકરીને બહેકાવી-ફોસલાવી સામસૂમ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝાડી ઝાંખરામાંથી માલવિયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી 8 વર્ષની છોકરીનું શબ શનિવારે મળી આવ્યું હતું.

ત્યારબાદ પોલીસે આસપાસના વિસ્તારની CCTV ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને મહત્ત્વની કડી મળી હતી. જેમાં મિથિલેશ નામનો વ્યક્તિ છોકરીનેને લઈ જતો CCTV ફૂટેજમાં નજરે પડ્યો હતો. જેના આધારે પહેલા તેને કસ્ટડીમાં લઇને આગળની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 3 આરોપીની સંડોવણી હોવાનું સામે આવતા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે તપાસ શરૂ કરી બિહારના મિથિલેશન કુમાર ઉર્ફે કાણિયો દાસ (ઉંમર 24 વર્ષ), રાજસ્થાનનો ભરત મીણા (ઉંમર 38 વર્ષ) અને ઉત્તરપ્રદેશનો અમરેશ ઉર્ફે બ્રિજેશ (ઉંમર 25 વર્ષ)ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મિથિલેશની વિરમગામથી, ભરતની રાજસ્થાનથી અને અમરેશ ઉર્ફે બ્રિજેશની રાજકોટથી ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. માલવિયનગર પોલીસે પહેલા આ ઘટનામાં અપહણરની ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ બાળકીનું શબ મળી આવતા હત્યાની કલમો ઉમેરી હતી. હવે આરોપીઓ પકડાયા બાદ તેમણે દુષ્કર્મ કર્યાનું સ્વીકાર્યા બાદ તેમના મેડિકલ પુરાવાના આધારે ગેંગરેપ તેમજ POCSOની અલગ-અલગ કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓમાંથી મિથિલેશ તેમજ ભરત મીણા બંને એક જ કારખાનામાં નોકરી કરતા હતા. તેઓ લક્ષ્મીનગર શેરી નંબર-2માં રહેતા હતા. મૃતક છોકરી પણ પરિવાર સાથે લક્ષ્મીનગર શેરી નંબર-2માં રહેતી હતી. આરોપીઓ તેમજ બાળકીના પિતા એક-બીજાને ઓળખતા હોવાના કારણે એક-બીજાના ઘરે આવતા-જતા હતા. જેથી મિથિલેશ, ભરત તથા અમરેશે બાળકી ઉપર નજર બગાડી હતી. તેમાંથી મિથિલેશ બાળકીને લલચાવી ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે સામસૂમ જગ્યા પર લઈ ગયો હતો. જ્યાં અગાઉથી ભરત તેમજ અમરેશ હજાર હતા. ત્રણેય આરોપીઓએ સાથે મળી બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની વાત પોલીસ પૂછપરછમાં સ્વીકારી હતી અને તે મેડિકલ રિપોર્ટમાં પણ સાબિત થયું છે.

પ્લાન મુજબ, આરોપી મિથિલેશ સાંજના અંધારાના સમયે બાળકીને વસ્તુ અપાવવાના બહાને બહેકાવી-ફોસલાવી રેલવે સ્ટેશન પાસે સામસૂમ જગ્યા પર લઈ ગયો હતો. મિથિલેશે બાળકીનું મોઢું દબાવી અને અગાઉથી પ્લાન મુજબ હાજર ભરત તથા અમરેશ આવી જતા ત્રણેય આરોપીઓએ બાળકીને ઉપાડી ઝાડી-ઝાંખરામાં અંદર લઈ ગયા અને ત્યાં બાળકી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું અને જો છોકરીને જીવતી રહેવા દેશે તો તેના પિતાને આ ઘટનાની જાણ કરશે તેવા ડરથી ત્રણેય આરોપીઓએ ત્યાં પડેલા મોટા પથ્થર વડે બાળકીના માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે પથ્થર મારી ગંભીર ઈજાઓ પહોંચાડીને છોકરીને મોતને ઘાટ ઉતારી દઇ ફરાર થઇ ગયા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp