નોટબંધી પછી સાઇબર ક્રાઇમમાં ધરખમ વધારો, બેંકોને કરાઈ સજાગ

PC: cpomagazine.com

દેશ એક તરફ ડીજીટલાઈઝેશન તરફ વળી રહ્યો છે ત્યારે સામે સાઈબર ક્રાઈમના ગુનાઓ પણ ચિંતાનો વિષય બન્યો છે. વારંવાર સરકારી વેબસાઈટ હેક થવાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચ અનુસાર નોટબંધી પછી સાઇબર ક્રાઇમમાં 500%નો વધારો થયો છે. આ આંકડો જોઇને આરબીઆઈ સક્રિય બની છે અને તેણે તમામ બેંકોને તેના ગ્રાહકોના ડેટાને સિક્યોર કરવા માટે ટકોર કરી છે. તેમજ તમામ બેંકોને 19 જાન્યુઆરી સુધીમાં સાઇબર સિક્યુરિટી વધારવા માટે સૂચન કર્યુ છે.

નોટબંધી બાદ સાઈબર સેલ અને સાઈબર પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ આજકાલ મુજબ ઓનલાઇનની દરરોજ 18થી 20 ફરિયાદો આવે છે. આમ, જોવા જઈએ તો અગાઉના પ્રમાણમાં નોટબંધી બાદ સાઇબર ક્રાઇમમાં 500 ટકા વધારો થયો છે. જેને પગલે આરબીઆઇએ તુરંત પગલાં લઈ દરેક બેંકને સાઇબર સિક્યુરિટી વધારવા માટે ટકોર કરી છે. જો કે, આરબીઆઈ દ્વારા અગાઉ ઓક્ટોબરમાં પણ બેંકને સુરક્ષા મામલે સજાગ રહેવાનું ફરમાન કર્યું હતું.

તાજેતરમાં આરબીઆઇએ તમામ બેંકોને 19 જાન્યુઆરી સુધીમાં પોતાની સાઇબર સિક્યુરિટી વધારી ગ્રાહકોનો ડેટા સુરક્ષિત કરવા સૂચન કર્યું હતું. જેને પગલે અર્બન કો- ઓપરેટિવ બેંકને કોર બેંકિંગ સર્વિસ આપતી કંપની એક્યુટ ઇન્ફર્મેટિક્સ પ્રા. લિ. તથા સાઈબર સિક્યુરિટી સર્વિસીસ અને સોલ્યુશન્સ આપતી ‘વિસિક્યોકબેંક્સ’નામની બે કંપની એક સાથે એક પ્લેટર્ફોમ પર આવી અર્બન કો- ઓપરેટિવ બેંક માટે સાઇબર સિક્યુરિટીની સમજ આપતો સેમિનાર યોજ્યો હતો. આ સેમિનારમાં ગુજરાત અને રાજસ્થાનની મળીને 80 અર્બન કો- ઓપરેટિવ બેંકોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા અને બેંકોની સાઇબર સુરક્ષા કેવી રીતે વધારવી તે અંગે જાણકારી મેળવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp