મોરારી બાપુએ રામમંદિર માટે 5 કરોડ એકઠા કરવાની જાહેરાત કરેલી, જુઓ કેટલા રૂ. આવ્યા

PC: timesnownews.com

રામ જન્મભૂમિ અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સંતોની હાજરીમાં રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં 5 કરોડ રૂપિયાનું દાન મોકલવાની જાહેરાત પ્રસિધ્ધ કથાકાર મોરારી બાપુએ તેમના વતન તલગાજરડામાં ચાલી રહેલી ઓનલાઇન કથા દરમિયાન કરી હતી. કથા દરમિયાન જાહેરાત કરતાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા 5 કરોડ રૂપિયાનું દાન અહીંથી મોકલશુ અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે આ તુલસી પત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે.

મોરારી બાપુએ 5 કરોડ રૂપિયાનું દાન મોકલવાની જાહેરાત કર્યા બાદ આજે 5 કરોડ રૂપિયાના બદલે 16 કરોડ રૂપિયા જેટલી રકમ એકઠી થઇ છે, ત્યારે મોરારી બાપુએ ઓનલાઇન કથા દરમિયાન જણાવ્યું હતું કે, ચિત્રકુટધામ તલગાજરડામાં તુલસી પત્ર રૂપે ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું અને શ્રોતા તરફથી જે કોઈ દાન આવશે તે દાનના પૈસા મોકલી આપવામાં આવશે.

મોરારી બાપુએ કથા દરમિયાન જણાવ્યું હતું કે, દેશવાસી ભાઈ-બહેનો અને વિદેશમાં રહેતા ભાઈઓ બહેનોએ કલ્પનાથી વધારે તેમની સેવા આપી છે. વ્યાસપીઠે વિચાર્યું હતું કે, આપણે બધા મળીને 5 કરોડ રૂપિયા આ યજ્ઞમાં સમર્પિત કરીશું તો એક વિશેષ પ્રસન્નતા થશે પરંતુ કાલે સાંજ સુધીમાં માત્ર ભારતમાંથી 10 કરોડ 50 લાખ રૂપિયા બેંકમાં જમા થઈ ચૂક્યા છે અને 3 કરોડ 51 લાખ રૂપિયા USA અને કેનેડામાંથી એકઠા થયા છે. 2 કરોડ અને 80 લાખ રૂપિયા UK અને યુરોપમાં એકઠા થયા છે. કુલ મળીને 16 કરોડ અને 81 લાખ રૂપિયા એકઠા થયા છે. દાન આપવા માટે માત્ર આજનો દિવસ છે. સાંજ સુધીમાં જે પણ રકમ આવશે તેને સ્વીકારવામાં આવશે અને કાલે તમને તમામ વિગત આપીશ આજે હું ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું.

મોરારી બાપુએ રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન 5 કરોડ રૂપિયા મોકલવાની જાહેરાત કર્યા પછી ગઈ કાલ સાંજ સુધીમાં 10 કરોડ રૂપિયાની રકમ ભારતના અલગ-અલગ જગ્યા પરથી શ્રોતાઓ દ્વારા દાન કરવામાં આવી હતી. આ ઉપરાંત અમેરિકા અને કેનેડામાંથી 3.51 કરોડની રકમનું દાન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ UK અને યુરોપ જેવા દેશોમાંથી શ્રોતાજનોએ મોરારી બાપુની જાહેરાત બાદ 2.80 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આમ મોરારી બાપુએ 5 કરોડ રૂપિયા મોકલવાની જાહેરાત કરી હતી પરંતુ હાલ 16 કરોડથી વધુ રકમ એકઠી થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp