રંજન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડતા જ્યોતિ પંડ્યા બોલ્યા- જે નિર્ણય લેવાયો...

PC: ourvadodara.com

વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત રીપિટ કરને ટિકિટ આપ્યા બાદ સતતવિરોધ થઇ રહ્યો હતો. સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સામે BJPના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ ડૉ. જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આરોપો લગાવીને રંજનબેન રીપિટ કરવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તો આજે વડોદરાના રાજકારણથી મોટા સમાચાર આવ્યા કે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.

તેમણે સોશિયલ મીડિયા પલેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે. તો હવે અન્ય ઉમેદવારો માટે માર્ગ ખુલ્લો થઇ ગયો છે. તો બીજી તરફ ડૉ. જ્યોતિબેન પંડ્યાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ડૉ. જ્યોતિબેન પંડ્યાએ કહ્યું કે, મોદીજીની લિડરશિપ પર તો આપણને કોઇ શંકા નથી. વડોદરાના લોકોના મનમાં કંઇકને કંઇક હતું, પરંતુ જે પણ નિર્ણય લેવાયો છે તે માટે આભાર. વડોદરાના સંસ્કારી અને જાગૃત નાગરિકોનો આભાર.

તેમણે આગળ કહ્યું કે, જે તેમાં જોડાયા છીએ. સારા માટે જોડાયા છીએ. આપણા મનની વાત જે સ્વરૂપે બહાર આવી હતી, જે મારે કહેવાનું હતું, તેને લઇને મેં જાહેરમાં કહ્યું હતું. વડોદરા અને બાહ્ય લોકો જાગૃત અને સમજદાર છે અને મને વિશ્વાશ છે કે જે થઇ રહ્યું છે, જે થશે તે સારૂ જ થશે. નરેન્દ્રભાઇ વિકાસની રાજનીતિને આગળ વધારનારાા આપણા વડીલ છે. તેમની રાજનીતિમાં તેમના નિર્ણયોમાં કોઇ શંકા નથી. તેમના નિર્ણયો વડોદરાના લોકોને ગમે તેવા થશે. નાગરિકોના હિતમાં જ થશે.

ડૉ. જ્યોતિબેન પંડ્યાએ કહ્યુંકે જે થઇ રહ્યું છે અને જે થશે તે વડોદરા માટે સારૂ જ હશે. આજે જે ઘટનાક્રમ થયો છે, તેમાં મારે નકારાત્મક વાત કરવી નથી. હકારાત્મક વાત કરવી છે. વડોદરાનું હિત થઇ રહ્યું છે. આગામી સમયમા પણ આપણે હિત કરવાનું છે. હિત કરવા નકારાત્મક વાતાવરણ ન બનાવવું જોઇએ. વડોદરાના હિતમાં કંઇ થતું હોય, તો મારે પણ ઇગો લાવવાનું મન થતું નથી. ઇશ્વરે મને સોંપ્યું હશે, મેં પહેલ કરી અને બધા જોડાયા હતા. એટલે જ આવા નિર્ણયો આવી શકે.

મોદીજીનું જે નેતૃત્વ છે, તેમનો આભાર, વડોદરાના બધા લોકોનો આભાર, બહેને નિર્ણય લીધો તેમનો આભાર, હરિ કરે તે સારા માટે, આ બધુ હરિ જ કરે છે એમ માનો. લોકશાહીના સ્થંભો છે તેમાં નાગરિકો પણ છે. નાગરિકો સાચી વાત પહોંચાડતા હોય છે. સત્ય પરાજીત થતો નથી. સત્ય બહાર આવીને જ રહે છે. મોટો પરિવાર હોય તો નિર્ણયો બદલવા પણ પડે. તટસ્થ નિર્ણયો માટે આભાર અને અભિનંદન. કેસરિયાવાળો જ મારો DNA છે. મરૂ તો પણ કેસરિયા ઓઢાવજો. મને પાર્ટીએ સસ્પેન્ડ કરી છે. હું ભાજપટીની આઇડિયોલોજી સાથે સંકળાયેલી છું.આ વડોદરાવાસીઓનો વિજય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp