નીતા અંબાણી જે પટોડા સાડીની ડિઝાઇન પહેરે છે તેવી આંગણવાડી બહેનોને આપીશું:ભાનુબેન

ગુજરાતના મહિલા અને બાળ વિકાસના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ એક કાર્યક્રમમાં કહ્યું છે કે ગુજરાતની આંગણવાળીમાં જે બહેનો કામ કરે છે તેમના માટે પટોડાની ડિઝાઇનવાળી સાડી આપવામાં આવશે. તેમણે કહ્યું કે નીતા અંબાણી ઘણી વખત પટોડાની ડિઝાઇન વાળી સાડી પહેરતા હોય છે.નીતા અંબાણીને કોઇકે પુછ્યુ હતું કે તમે પટોડાની સાડી કેમ પહેરો છો? તો તેમણે કહ્યુ હતું કે જ્યારે હું પટોડાની સાડી પહેરુ છું ત્યારે મને દિવ્ય શક્તિ આર્શીવાદ આપતી હોય તેવો અનુભવ થાય છે.

પાટણના પટોળાનો ઇતિહાસ પણ રસપ્રદ છે. 12મી સદીમાં રાજા કુમારપાળ પૂજા કરવા માટે દક્ષિણના મહારાષ્ટ્રમાં જૈનો પાસેથી પટોળાનું ધોતિયું મંગાવતા હતા. રાજાને એક વખત ખબર પડી કે જૈનો તો વપરાયેલા પટોડા મોકલાવે છે. કુમારપાળે દક્ષિણ મહારાષ્ટ્ર પર ચઢાઇ કરી અને ત્યાંના 700 વણકર પરિવારેન પાટણ લઇ આવ્યા. જો કે એક ઇતિહાસ એવું કહે છે કે આ 700 પરિવારો જાતે જ પાટણ આવ્યા હતા. આ પરિવારોને સાળવી પરિવાર કહેવાય છે. પાટણમાં હવે માત્ર 3 સાળવી પરિવોજ બચ્યા છે.

પટોળાની સાડી એટલા માટે મોંઘી હોય છે, કારણ તેમાં મોંઘું સિલ્ક વપરાય છે, ઉપરાંત સૂક્ષ્મ ડિઝાઇન કરવામા લાંબો સમય જાય છે. એક પટોડા સાડી બનાવતા લગભગ 4થી 6 મહિના લાગે છે. રેશમના દોરાને રંગવા માટે 70 દિવસ જાય, વણાટમાં 25 દિવસ જાય છે. એક સાડી લગભગ 9,000થી માંડીને 4 લાખ સુધીની હોય છે.

પટોળામાં માણેકચોક, ચંદાભાત, નારીકુંજર, છાબડી ભાત, બટનફુલ ભાત, તારાચંદ,પાન ભાત, ચંદા જેવી કલાત્મક ડિઝાઇન હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp