છાપેમારીમાં આવકવેરા વિભાગને એટલી નોટ મળી કે બેડ પર બની ગયો પૈસાનો ઢગ

PC: indiatvnews.com

આવકવેરા વિભાગે શનિવારે બૂટ બનાવતી એક કંપની વિરુદ્ઘ મોટી કાર્યવાહી કરી. એજન્સીએ ઉત્તર પ્રદેશના આગ્રા સહિત 2 જિલ્લા અને દિલ્હીમાં કંપનીની ઓફિસો પર છાપેમારી કરી હતી. આ સર્ચઓપરેશન દરમિયાન લગભગ 40 કરોડ રુપિયાની રોકડ જપ્ત થઇ છે, જેને ગણવાનુ કામ વિભાગના અધિકરી કરી રહ્યા છે. બીજી તરફ આવકવેરા વિભાગે શનિવારે અમદાવાદ અને વડોદરામાં માધવ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રિઝની ઓફિસો પર છાપેમારી કરી.

આવકવેરા વિભાગે રિયલ એસ્ટેટ અને સરકારી પાયાના ઢાંચા પરિયોજનાઓ માટે પ્રસિદ્વ આ ગ્રુપના બંને શહેરોમાં 27 સ્થળો પર છાપેમારી કરી. શનિવારે સવારે શરુ થયેલી છાપેમારી હજુ ચાલુ છે. અધિકારી તેમની લેવડ-દેવડની તપાસ કરી રહ્યા છે. આવકવેરા વિભાગના 50 કરતા વધુ અધિકરી છાપેમારી કરી રહ્યા છે. જાણકારો મુજબ, ગ્રુપના પરિસરો પર કરવામાં આવેલી છાપેમારીમાં વડોદરાના સુભાનપુરા સ્થિત તેમની ઓફિસ પણ સામેલ છે.

કર્ણાટક, દિલ્હી, મધ્ય પ્રદેશ,  ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રમાં ઉપસ્થિતિ રાખનાર માધવ ગ્રુપ વર્ષ 2010માં પોતાની સ્થાપના બાદ જ તપાસના દાયરામાં છે. ગ્રુપ ઉર્જા, રિયલ એસ્ટેટ, હાઇવે અને શહેરી પાયાના ઢાંચા સહિત વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરે છે. એ સિવાય આવકવેરા વિભાગે છાપેમારી દરમિયાન વહેલી સવારથી અધિકારીઓની 27 ટીમોએ દેશભરમાં છાપેમારીમાં મહત્ત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. જેમાંથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી પકડાવાની સંભાવના છે.

બ્રિજ હાઇવે અને સોલાર સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલી માધવ ગ્રુપની વડોદરા, અમદાવાદ સહિત બીજા રાજ્યોની ઓફિસોમાં છાપેમારીની કામગીરી ચાલી રહી છે. આ કંપનીના MD અશોક ખુરાના છે. કંપની દ્વારા ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બ્રિજ અને હાઇવે પ્રોજેક્ટ્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. કંપનીની વડોદરા સિવાય બેંગ્લોર, ભોપાલ અને દહેરાદૂનમાં પોતાની બ્રાન્ચ ઓફિસ છે. આ બધી ઓફિસોમાં પણ આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp