અનંત અંબાણી-રાધિકાના પ્રી-વેડીંગ પહેલા જામનગરમાં બની ગયા 14 મંદિરો, જુઓ વીડિયો

PC: twitter.com

એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મરચન્ટનો પ્રી-વેડીંગ કાર્યક્રમ ગુજરાતના જામનગરમાં 1થી 3 માર્ચ સુધી યોજાવવાનો છે અને તેના માટે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. અનંત-રાધિકાના પી-વેડીંગ પહેલા જામનગરમાં રિલાયન્સ સંકુલમાં 14 મંદિરો બનાવવામાં આવ્યા છે. નીતા અંબાણીએ મંદિર બનાવનારા કારીગરો સાથે વાતચીત કરીને બધાને જયશ્રી કૃષ્ણ કહ્યા હતા.

રિલાયન્સ ફાઉન્ડેશને X પ્લેટફોર્મ પર એક વીડિયો શેર ક્રર્યો છે. આ વીડિયોમાં જામનગરમાં જ્યાં રિલાયન્સ પેટ્રોલિયમનું જાયન્ટ સંકુલ આવેલું છે ત્યાં 14 મંદિરો બની રહ્યા છે તેની ઝલક બતાવવામાં આવી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણી મંદિર બનાવનારા કારીગરો સાથે વાતચીત કરતા પણ નજરે પડી રહ્યા છે.લાલ કલરના ડ્રેસમાં  સુશોભિત લાગી રહેલા નીતા અંબાણી બધા લોકો સાથે વિનમ્રતા પૂર્વક વાત કરી રહ્યા છે.

 આ વીડિયોની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, એક શુભ શરૂઆત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બહુપ્રતિક્ષિત લગ્ન પહેલા, અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં એક વિશાળ મંદિર સંકુલમાં નવા મંદિરોના નિર્માણની સુવિધા આપી છે.

જટિલ રીતે કોતરેલા સ્તંભો, દેવી-દેવતાઓના શિલ્પો, ફ્રેસ્કો-શૈલીના ચિત્રો અને પેઢીઓના કલાત્મક વારસાથી પ્રેરિત આર્કિટેક્ચર દર્શાવતા, આ મંદિર સંકુલ લગ્નની ઉજવણીના કેન્દ્રમાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને કેન્દ્રમાં રાખે છે.

મુખ્ય શિલ્પકારો દ્વારા જીવંત બનાવવામાં આવેલ, મંદિરની કળા વર્ષો જૂની ટેકનિક અને પરંપરાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.. આ પહેલ સ્થાનિક કારીગરોની અવિશ્વસનીય કૌશલ્યોને પ્રકાશિત કરે છે, જે ભારતીય વારસો, પરંપરા અને સંસ્કૃતિને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે અમારા સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મરચન્ટના લગ્ન આમ તો જુલાઇ 2024માં યોજાવવાના છે, પરંતુ અંબાણી પરિવારે 17 વર્ષ પછી પહેલીવાર જામનગરમાં પ્રી-વેડીંગનો ભવ્ય કાર્યક્રમ આયોજિત કર્યો છે. 1થી 3 માર્ચ સુધી જામનગરમાં જુદા જુદા કાર્યક્રમો થશે. સંગીતનો ભવ્ય જલસો ઉપરાંત અન્ય થીમ બેઇઝ્ડ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે.

દુનિયાભરની મોટી મોટી હસ્તીઓ,બોલિવુડની સેલિબ્રિટીઝ જામનગરમાં આવવાની છે. માઇક્રો સોફ્ટના બિલ ગેટ્સ, ફેસબુકના ઝુકર બર્ગ સહિત 1000થી વધારે મહેમાનો અનંત-રાધિકાના પ્રી-વેડીંગને માણલા જામનગર આવવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp