PM મોદીની મુલાકાત પહેલા સુરતમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર

PC: twitter.com

આગામી 17 ડિસેમ્બરના રોજ સુરત શહેર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓ અને બિઝનેસમેનો આવવાના હોવાથી તેઓની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

જે અનુસાર તેમણે ડાયમંડ બુર્સ, ખજોડ ચોકડી તથા સુરત એરપોર્ટની આજુબાજુના 2 કિમી સુધીના વિસ્તારમાં રીમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હૅગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR), તેમજ હોટ એર બલુન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની મનાઇ ફરમાવી છે.

તેમજ પોલીસ વિભાગ અને સુરક્ષાબળો ઉપરોક્ત સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. આ હુકમ તા.16થી 18 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp