અમદાવાદ: ટ્રાફિક પોલીસના આપઘાત કેસમા નવો વળાંક. મહિલા પોલીસે જ...

PC: tv9gujarati.com

અમદાવાદમાં ટ્રફિક પોલીસમાં ફરજ બજાવતા એક જવાને 9 ઓકટોબરે આપઘાત કરી લીધો હતો, હવે આ પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે. મહિલા પોલીસની ધમ કીને કારણે જવાને આત્મહત્યા કરી હોવાનં ખુલ્યું છે અને મહિલા પોલીસની ધરપકડ કરી લેવામાં આવી છે. મરનાર ટ્રાફિક જવાન અને મહિલા પોલીસ વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો.

અમદાવાદના વેજલપુરમાં ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા હિતેશ આલ નામના જવાને 9 ઓકટોબરે કૃષ્ણનગરમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તે વખતે એવી વાત સામે આવી હતી કે, હિતેશ કોઇક બાબતે ટેન્શનમાં હતો. તેણે બર્થ ડે પાર્ટીમાં જવાનું હતું, પરંતુ હિતેશે મૂડ નથી એમ કરીને ઘરે જઇને આપઘાત કરી લીધો હતો.

હિતેશ આપઘાત કેસની પોલીસ તપાસ કરી રહી હતી તો ચોંકાવનારી વાત સામે આવી હતી. હિતેશને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતી રિંકલ દેસાઇ સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ કોઇક કારણોસર બંને વચ્ચે બ્રેક અપ થઇ ગયુ હતું અને હિતેશે સમાજની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા.

એ પછી પ્રેમિકા રિંકલ દેસાઇ હિતેશને પરેશાન કરતી હતી અને પૈસા પણ પડાવતી હતી. રિંકલ કોઇ પણ ઓનલાઇન ખરીદી કરતી તો તેનું પેમેન્ટ ચૂકવવા માટે હિતેશને કહેતી. રિંકલ દેસાઇ હિતેશને બળાત્કરાના કેસમાં ફસાવી દેવાની પણ ધમ કી આપતી હતી.

રિંકલ દેસાઇના માનસિક ત્રાસને કારણે ટ્રાફિક પોલીસના જવાન હિતેશે આલે આત્મહત્યા કરવી પડી એવું પોલીસ તપાસમાં ખુલ્યું છે.મરનાર હિતેશના ભાઇએ પોલીસમાં રિંકલ વિરુદ્ધ ફરિયાદ કરતા આખરે પોલીસે મહિલા ટ્રાફિક પોલીસ રિંકલની ધરપકડ કરી છે.

પોલીસે કહ્યુ હતું કે, તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, 3 વર્ષ પહેલાં ટ્રાફિક વિભાગમાં રિંકલ દેસાઇ અને હિતેશ આલ સાથે ફરજ બજાવતા હતા. તે વખતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. પોલીસે કહ્યું હતું કે હિતેશ આવ રિંકલ દેસાઇ સાથે લગ્ન કરવાનો હતો, પરંતુ રિંકલના અગાઉના પ્રેમ પ્રકરણની હિતેશને વાત ખબર પડતા તેણે રિંકલ સાથે સંબંધ તોડી નાંખ્યો હતો અને સમાજની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા.

પોલીસે રિંકલ દેસાઇની ધરપકડ કરીને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. રિંકલના મોબાઇલ જપ્ત કરીને FSLમાં મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp