મહિલાઓની અટકાયત મામલે માલધારી સમાજમાં રોષ, આગેવાનોએ DGPને લેખિતમાં કરી રજૂઆત

PC: youtube.com

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રસ્તે રખડતા પશુ દ્બારા એક આધેડ વ્યક્તિ પર હુમલો કરાતા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને સમગ્ર મામલે બે દિવસ પહેલા ઓઢવ વિસ્તારમાં રસ્તા પર રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ પોલીસને સાથે રાખીને પશુઓને પકડવાની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે કેટલાક સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે અધિકારીઓ પશુઓને પકડ્યા વગર જ પરત ફર્યા હતા. આ ઘટનામાં સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાની પાંચ ગાડીઓના કાચ પણ તોડી નાંખવામાં અવ્યા હતા.

આ સમગ્ર મામલે ઘટનાના એક કલાક બાદ 200થી વધારે પોલીસકર્મીઓની ટુકડી તૈયાર કરીને ઓઢવ વિસ્તારમાં પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ પર હુમલો કરનારા લોકની અટકાયત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન મહિલા પોલીસકર્મી દ્વારા લોકોના ઘરના ઘૂસીને માલધારી સમાજની મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. જેના કારણે માલધારી સમાજના આગેવાનો દ્બારા માલધારી સમાજની મહિલાઓ પર કાર્યવાહી કરનાર પોલીસકર્મી અને મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે DGPને આવેદન આપ્યું હતું. માલધારી સમાજની રજૂઆત DGP દ્વારા સ્વીકારવામાં આવી હતી અને માલધારી સમાજને જવાબદાર તમામ લોકો સામે યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp