અમદાવાદીએ કોલ લેટર મોડો મળતા પોસ્ટ વિભાગ સામે કેસ કર્યો, કોર્ટે આ ચુકાદો આપ્યો
અમદાવાદમાં પ્રતિયોગી પરીક્ષાઓ માટે તૈયારી કરનારા યુવકે કોલ લેટર મોડેથી મળવા પર ટપાલ વિભાગ વિરુદ્ધ કેસ કરી દીધો હતો. યુવકે તેમાં માગ કરી કે એ નોકરી આપવામાં આવે કે પછી તેને વળતર તરીકે એક કરોડ રૂપિયાની ધનરાશિ આપવામાં આવે. યુવકે કોર્ટમાં દાખલ કરેલા કેસમાં દલીલ રાખી કે તે કોલ લેટર મોડેથી મળવાના કારણે પ્રીલિમ પરીક્ષા પાસ કર્યા બાદ 2 અંતિમ પરીક્ષાઓમાં ચૂકી ગયો હતો. 5 વર્ષ જૂના કેસમાં અમદાવાદની એક કોર્ટે લાંબી સુનાવણી બાદ અંતે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.
શું હતો આખો મામલો?
અમદાવાદના રહેવાસી હિતેશ મકવાણાએ વર્ષ 2017માં પોસ્ટ વિભાગ પર કેસ કર્યો હતો. તેની ફરિયાદ હતી કે તેણે જૂન 2013માં રેલવે ભરતી બોર્ડની પ્રીલિમ પરીક્ષા પાસ કરી હતી. મુખ્ય પરીક્ષા 7 માર્ચ 2014ના રોજ નક્કી કરવામાં આવી હતી, પરંતુ પોસ્ટ વિભાગે 22 માર્ચ 2014ના રોજ કોલ લેટર આપ્યો. જો કે, રેલવેએ તેને 10 ફેબ્રુઆરી 2014ના રોજ રવાના કર્યો હતો. હિતેશ મકવાણા પાસે ઈન્ડિયા પોસ્ટની બેદરકારીનો સંદર્ભ આપવા માટે તેની પાસે વધુ એક ઉદાહરણ હતું.
સ્ટેનોગ્રાફરની નોકરી માટે કર્મચારી પસંદગી આયોગની પ્રીલિમ પરીક્ષા પાસ કર્યા બાદ તે મુંબઇમાં મુખ્ય પરીક્ષા માટે કોલ લેટરની રાહ જોઈ રહ્યો હતો. મુખ્ય પરીક્ષા 3 જૂન 2013ના રોજ થઈ, પરંતુ લેટર 4 જુલાઇ 2014ના રોજ આપવામાં આવ્યો. હિતેશ મકવાણાએ કહ્યું કે તે એક દશકથી પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. જો તે મુખ્ય પરીક્ષા પાસ કરી લીધી હોત તો તેને કોઈ સરકારી વિભાગમાં નોકરી મળી ગઈ હોત. જ્યારે તેણે કેસ દાખલ કર્યો ત્યારે તેની ઉંમર 32 વર્ષ થઈ ગઈ હતી અને તે સરકારી નોકરીઓ માટે નક્કી વય મર્યાદાને પાર કરી ગયો.
તેનું કહેવું હતું કે ટપાલ વિભાગે પોતાની બેદરકારીથી નુકસાન પહોંચાડ્યું છે. ટપાલ વિભાગે સ્વીકાર્યું કે કોલ લેટર મોડેથી પહોંચ્યા હતા એટલે તેને થનારા નુકસાન માટે તે જવાબદાર છે. પોતાના બચાવમાં ટપાલ વિભાગે ભારતીય ટપાલ અધિનિયમની કલમ 6નો સંદર્ભ આપ્યો. તેમાં વિભાગે કહ્યું કે, આ કાયદો તેની ટપાલમાં મોડેથી ડિલિવરી માટે કોઈ પણ દાયિત્વથી છૂટ આપે છે જો વિભાગના કોઈ અધિકારીએ છેતરપિંડી કે જાણી જોઇને મોડું કર્યું છે તો માત્ર અધિકારીને જ જવાબદાર ઠેરવી શકાય છે.
વિભાગે કહ્યું કે, મોડેથી ડિલિવરીની ફરિયાદ બાદ એક સહાયક અધિક્ષકે ડિસેમ્બર 2015માં સંબંધિત ટપાલીના ઘર પર અચૂક નિરીક્ષણ કર્યું, પરંતુ કોઈ પણ પેન્ડિંગ લેખ ન મળ્યો. મકવાણાએ બેદરકારીનો આરોપ લગાવ્યો, પરંતુ કેસમાં ટપાલી કે કોઈ ક્લાર્ક પક્ષને આરોપી ન બનાવ્યો. શહેરની એક સેશન કોર્ટે મકવાણાના કેસને ફગાવી દીધો કેમ કે ભારતીય પોસ્ટ અધિનિયમની કલમ 6ના પ્રાવધાનો હેઠળ ભારતીય ટપાલને મોડેથી ડિલિવરી માટે દાયિત્વથી છૂટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp