અમદાવાદમાં પાલિકાએ લોકોના ઘર તોડી પાડ્યા, બાળકો અને ગર્ભવતી મહિલાની હાલત કફોડી
સરકાર એક તરફ ગરીબ લોકોના હિતની વાત કરે છે અને બીજી તરફ ગરીબ લોકોને ઘર વિહોણા કરે છે. આ કહેવાનું કારણ એ છે કે, અમદાવાદ મહાનગરપાલિકાએ થોડા દિવસો પહેલા અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ગાંધી બ્રીજ નજીક આવેલા ઝુંપડાની ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક જ દિવસમાં એકાએક ખાનપુર વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના ઘરની છત છીનવાઈ ગઈ હતી. આ તમામ લોકોના મકાન દબાણમાં આવતા હોવાના કારણે તંત્રએ તમામ મકાન અને ઝુંપડા તોડી પાડ્યા હતા. AMC દ્વારા માકુભાઈ શેઠના છાપરા નામના રહેણાક વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી રહેલા લોકોના મકાન તોડી પાડવાની કામગીરી પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી. એક જ દિવસમાં લોકો પરથી છત છીનવાઈ જતા બાળકો અને ગર્ભવતી મહિલાઓને રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે.
માકુભાઈ શેઠના છાપરામાં રહેતા લોકોના ઝુંપડામાં રહેતા લોકોને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન આપ્યા વગર જ તંત્રએ લોકોના ઝુંપડા તોડી પડ્યા હતા. તેથી આ તમામ લોકોનો સામાન છેલ્લા એક અઠવાડિયાથી રસ્તા પર જ વેરવિખેર પડ્યો છે અને લોકોને કડકડતી ઠંડીમાં પણ છત વગર રસ્તા પર સુવાનો વારો આવ્યો છે. નાના બાળકો, ગર્ભવતી મહિલા અને સ્થાનિક લોકોને રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે. કેટલાક પરિવારના સભ્યો બાળકોને ચાદર બંધીને સુવડાવી રહ્યા છે અને મહામુશ્કેલીએ દિવસો પસાર કરી રહ્યા છે. ઘર વગરના લોકો રસ્તા પર જ ભોજન બનાવે છે અને રસ્તા પર જ ભોજન કરે છે. આ લોકોની દયનીય સ્થિતિ જોઈએ પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, તંત્ર દ્વારા માત્ર તેઓને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નહોતી. ઘર આપ્યા વગર જ અચાનક તંત્ર દ્વારા તેમના ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કારણે હવે તેમને રસ્તા પર રહેવાનો વારો આવ્યો છે.
એક ગર્ભવતી મહિલાનું પરિવાર ચિંતિત છે કે, શિયાળાની કડકડતી ઠંડીમાં ગર્ભવતી મહિલાને પ્રસુતિ થાય તો તે નવજાત શિશુની દેખરેખ કઈ રીતે રાખશે. એટલે સ્થાનિક લોકો અમદાવાદ મહાનગરપાલિકાની સામે વિનંતી કરી રહ્યા છે કે, નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓની ચિંતા કરીને તેમના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp