અમદાવાદમાં વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ

PC: youtube.com

રાજસ્થાનમાં સર્જાયેલી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમના સક્રિય થવાનાં કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ સીસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણના તાપમાનના ઘટાડો થયો અને કેટલીક જગ્યા પર ભારે પવન સાથે વરસાદના ઝાપટા પણ પડ્યા છે. ઉત્તરગુજરાતમાં ગઈ કાલે પણ વાતારવણમાં પલટો આવ્યો હતો અને કેટલાક ગામડાઓ વરસાદ પડ્યો હતો, તો આજે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતના કેટલાક ગામડાઓમાં વરસાદ જોવા પડ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને બીજી તરફ બે દિવસથી વરસાદના ઝાપટા આવવાના કારણે ખેડૂતો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે.

એક રીપોર્ટ મુજબ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદના કેટલાક વિસ્તારોમાં 30થી 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર અને વિરમગામના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે અમદાવાદના પૂર્વ વિસ્તારના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે, ગત વર્ષે મે મહીનાનું તુલનામાં આ વર્ષે અમદાવાદમાં ઓછું તાપમાન રહ્યું છે અને આવનારા બે દિવસો સુધી પણ અમદાવાદમાં તાપમાન ઓછું રહશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp