અમદાવાદમાં ચાલુ શો દરમિયાન સિંગર ઐશ્વર્યા મજમુદાર લપસી પડી

17 Sep, 2017
10:15 PM
PC: .blogspot.com

અમદાવાદના હ્રદયના ડોક્ટરોના મનોરંજન માટેના 'મેરા હ્રદય' કાર્યક્રમમાં મમ્મી રીમાની હાજરીમાં જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારનો પગ લપસી પડતાં તે ગડથોલું ખાઈ ગઈ હતી. જોકે પછી તુરંત પોતાની જાતને સંભાળી લીધી હતી. આ ઘટના 17 સપ્ટેમ્બર 2017 રવિવારે સાંજે 6 વાગ્યે બની હતી. 

ઘોંઘાટીયા સંગીત અને હિન્દી ગીતના કાર્યક્રમ વખતે બેકડોર એન્ટ્રી લઈને ઐશ્વર્યા સ્ટેજ પર ગીત ગાઈને જઈ રહી હતી ત્યારે તેના ચાહકો તેની સાથે સેલ્ફી લેવા પડાપડી કરવા લાગ્યા હતા. ચારેબાજુ ભીડ થઈ જતાં રાજપથ કલબની પાસેના વૈભવી પંડિત ઉપાધ્યાય હોલનું પગથિયું દેખાયું નહીં અને ગબડી પડી હતી.

ત્યારબાદ ઐશ્વર્યાએ સ્ટેજ પરથી એવું જાહેર કર્યું હતું કે, હું મુંબઈથી મારા ઘર અમદાવાદમાં આવું છું ત્યારે મારા પડોશી મને લગ્ન કરવા દબાણ કરે છે. પણ હું મારી કેરિયર બરાબર ન બનાવું ત્યાં સુધી લગ્ન કરવાની નથી.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.