કોંગ્રેસની પ્રદેશ ચૂંટણી સમિતિની પ્રથમ બેઠકમાં ટોચના આ નેતાઓ રહ્યા ગેરહાજર

PC: youtube.com

લોકસભાનાની ચૂંટણી જેમ-જેમ નજીક આવે છે, તેમ-તેમ તમામ રાજકીય પક્ષોમાં મીટિંગો અને બેઠકોનો દોર શરૂ થઈ જાય છે. ત્યારે લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં પણ કોંગ્રેસનો આતંરિક વિખવાદ ક્યાંકને ક્યાંક નડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસમાં સીનિયર નેતાઓ અને જુનિયર નેતાઓ વચ્ચે હજી પણ મતભેદ ચાલી રહ્યા છે. કોંગ્રેસના આ આંતરિક વિખવાદના કારણે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે નુકસાન થાય તેવી સંભાવનાઓ રહેલી છે.

આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ ચૂંટણી સમિતિની મળેલી બેઠકમાં આજે કોંગ્રેસના ભાવિ ઉમેદવારોની પસંદગી કરવાની હતી ત્યારે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં હોવાના કારણે તેઓ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર, એહમદ પટેલ, અર્જુન મોઢવડિયા, દીપક બાબરિયા, શક્તિસિંહ ગોહિલ, ગૌરવ પંડ્યા અને હર્ષદ રીબડિયા ગેરહાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે બનાવેલી અલગ-અલગ સમિતિઓમાંથી મહત્ત્વની કહી શકાય તેવી ચૂંટણી સમિતિની આજે પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના લોકસભાનના ઉમેદવારોની પસંદગી અને ઉમેદવારોના ક્રાઈટેરિયા નક્કી કરવાના હોવાથી બેઠક બોલાવી હતી, ત્યારે કોંગ્રેસની આ બેઠકમાં સીનિયર નેતાઓની ગેરહાજરી કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ હોવાનું સૂચવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp